માર્કેટમાં પકડ પડી નબળી:ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ગ્રાહકો પર જોવા મળી અસર, નવા વેચાણમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈલેક્ટ્રિક ટૂ વ્હીલરના વેચાણમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. હકીકતમાં એપ્રિલની સરખામણીએ મે મહિનામાં 39,339 EV યુનિટ્સની નોંધણી થઈ હતી. આ માહિતી વ્હિકલ રજીસ્ટ્રેશન પોર્ટલ (VAHAN) દ્વારા શેર કરવામાં આવી છે. જોકે, રજિસ્ટ્રેશનમાં ઘટાડો નોંધાયો છે. ઘણાં અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, માત્ર એક જ મહિનાની અંદર રજિસ્ટ્રેશનમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તેને લોકપ્રિયતામાં ઘટાડો કહી શકાય નહીં. તાજેતરમાં ઘણાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં લાગેલી આગની પણ લોકો પર ખૂબ જ નકારાત્મક અસર પડી છે. હાલમાં જ ઘણાં ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે.

મિન્ટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઘણાં નિષ્ણાતોનું માનવું છે કે વેચાણમાં ઘટાડા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. આમાંથી એક કારણ અસરગ્રસ્ત સપ્લાય ચેઇન હોવાનું પણ કહેવાય છે, કારણકે સ્કૂટરના ઘણાં ભાગો અને સામગ્રીને પહોંચવામાં વધુ પડતો સમય લાગી રહ્યો છે. આ સાથે જ બીજું કારણ ઈવી બેટરીને લઇને પણ છે. સ્કૂટર્સમાં આગ લાગવા પાછળનું મુખ્ય કારણ તેમની બેટરીને જ ગણવામાં આવે છે, જેના કારણે ઘણી કંપનીઓ ચોક્કસ સ્ટાન્ડર્ડ હેઠળ આવતી બેટરી આવવાની રાહ જોઈ રહી છે.

સલામતી એ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા છે
વાસ્તવમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં લાગેલી આગના કારણે ઘણાં ગ્રાહકોએ નવું ઈ-સ્કૂટર ખરીદવાનો પ્લાન મોકુફ રાખ્યો છે અને તે હજુ પણ સ્ટાન્ડર્ડ બેટરીની રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ સરકાર નવા નિયમો પણ બહાર પાડી શકે છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ વિંકેશ ગુલાટીએ એક મુલાકાતમાં આ માહિતી આપી હતી.

સપ્લાય ચેન પણ પ્રભાવિત થઈ
ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં મજબૂત હીરો ઈલેક્ટ્રિક પણ મે મહિનામાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. કંપનીને મે મહિનામાં માત્ર 2,849 યુનિટ રજિસ્ટ્રેશન મળ્યું હતું. હીરો ઈલેક્ટ્રિકના ચીફ એક્ઝિક્યુટિવ સોહિન્દર ગિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સપ્લાય ચેઇનમાં નકારાત્મક અસરને કારણે તેમણે ઉત્પાદનને લઈને પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.