સૌથી મોંઘી કાર:હરાજીમાં વેચાયેલી આ ગાડી માટે ચૂકવાઈ સૌથી ઊંચી કિંમત, ચાર્ટર્ડ પ્લેનની કિંમતે ખરીદવામાં આવી!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં કારના એવા અનેક શોખીન લોકો છે કે જે પોતાને ગમતી કાર ખરીદવા માટે એટલી ઊંચી કિંમતો ચૂકવે છે કે, જોનારા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. તે પોતાને ગમતી કાર ખરીદવા માટે પૈસા ખર્ચ કરવામાં જરાપણ વિચારતા નથી. વિશ્વમાં આવી અનેક કારની હરાજીઓ થાય છે, જ્યાં લાખો-અબજો રૂપિયા ચૂકવીને કારની ખરીદી કરવામાં આવે છે. વાસ્તવમાં ભવિષ્યમાં આ ગાડીઓની કિંમતમાં હજુ પણ વધે છે. મોટાભાગે હરાજીમાં એવી ગાડીઓ ખરીદવામાં આવે છે કે, જેની કિંમત હાઈ હોય, પરંતુ શું તમે એવી ગાડીઓ વિશે જાણો છો કે, જે કરોડો રૂપિયામાં નહીં,પરંતુ અરબો રૂપિયા ખર્ચીને ખરીદવામાં આવી હતી. જાણો હરાજીમાં સૌથી વધુ કિંમતે વેંચાયેલી કાર કઈ છે?

1. Ferrari 250 GTO
વર્ષ 1962માં બનેલી Ferrari 250 GTO કાર વિશ્વની સૌથી મોંઘી વેચાતી ગાડી છે. આ ગાડીને વર્ષ 2018માં આરએમ સોથબી ઑક્શન હાઉસમાં વેચવામાં આવી હતી. આ ગાડીને 370 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. વર્ષ 1962માં બનેલી આ ગાડી ખૂબ જ વિશેષ છે. આખા વિશ્વમાં આ ગાડીઓના અત્યારે 36 જ મોડેલ છે. વર્ષ 2014માં પણ આ મોડેલની એક ગાડીની હરાજી થઈ હતી. આ કારની હરાજી 291 કરોડ રૂપિયામાં થઈ હતી. આ એક રેસિંગ કાર છે અને દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આવી કારની ખરીદી કરે છે.

2. Ferrari 335S
દુનિયાની સૌથી મોંઘી વેંચાતી ગાડીમાં ફેરારીનું નામ સૌથી ઉપર છે. તે વિશ્વની ત્રીજી સૌથી મોંઘી ગાડી છે. વર્ષ 1957-58ની વચ્ચે બનેલી આ સૌથી પાવરફુલ ગાડી છે. આ ગાડીની મહત્તમ સ્પીડ તે સમયગાળામાં 300 કિમી પ્રતિ કલાકની રહેતી હતી. આ ગાડીની હરાજી 273.56 કરોડ રૂપિયામાં થઈ હતી.

3. Mercedes-Benz W196
ફોર્મ્યુલા વને બનાવેલું મર્સિડીઝ બેન્ઝનું આ મોડેલ ખુબ જ દુર્લભ છે. આ કારની બનાવટ વર્ષ 1954-55માં થઇ હતી. આ કારે ટોટલ 12 જેટલી રેસમાં ભાગ લીધો હતો, જેમાંથી 9 રેસમાં આ કારને જીત મળી હતી. હરાજીમાં આ ગાડી 226 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

4. Ferrari 290MM
સૌથી મોંઘી વેંચાયેલી ગાડીઓની યાદીમાં Ferrari 290MM પણ સામેલ છે. આરએમ સોથબીના ઓક્શન હાઉસમાં આ કાર વેંચવામાં આવી હતી. આ ગાડી વિશ્વની સૌથી પ્રખ્યાત ગાડીઓમાં સામેલ છે. આ ગાડીને હરાજીમાં 214.56 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.