• Gujarati News
  • Utility
  • Automobile
  • The Government Will Provide More Subsidies On Electric Two wheelers Under FAME II, Also Benefiting From Rising Petrol Prices.

ઇ-વ્હીકલમાં વધારે સબસિડી:સરકાર FAME II હેઠળ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર વધુ સબસિડી આપશે, પેટ્રોલના વધતા ભાવનો પણ ફાયદો મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં ઇ-વ્હીકલ્સના વેચાણમાં વધારો કરવા માટે સરકાર ડિસ્કાઉન્ટ અને સબસિડી જેવી ઘણી યોજનાઓ લઈને આવી રહી છે. આવી સ્થિતિમાં હવે હીરો ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર નવીન મુંજાલે કહ્યું કે, ફેમ II હેઠળ સબસિડીમાં વધારો થવાથી દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માગ વધારવામાં મદદ મળશે.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, છેલ્લાં એક દાયકામાં ઇલેક્ટ્રિક વાહનની નજરે આ સૌથી મહત્ત્વપૂર્ણ પગલું છે. FAME II હેઠળ સબસિડીમાં થયેલા વધારાથી દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીના નવા યુગની શરૂઆત થશે. સબસિડી મર્યાદામાં વધારો મોટું પગલું સાબિત થશે. લિટર દીઠ 100 રૂપિયાનું પેટ્રોલ પહોંચતાં લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ખરીદવામાં રસ દાખવશે.

સરકારે સબસિડી વધારવાનો નિર્ણય કર્યો

  • સરકારે ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન ઇન્ડિયા ફેઝ II (ફેમ ઇન્ડિયા II) સ્કીમમાં આંશિક સુધારા કર્યા છે. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે શરૂ કરવામાં આવેલી સબસિડી સ્કીમને મળતા નબળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સરકારે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના વેચાણને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે સબસિડીમાં વધુ વધારો કરવાનો નિર્ણય લીધો છે.
  • ફેમ ઇન્ડિયા ફેઝ IIમાં કરવામાં આવેલા ફેરફાર મુજબ, ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ પર મળતા ડિમાન્ડ ઇન્સેન્ટિવને રૂ. 10,000 kWhથી વધારીને 15,000 kWh કરવામાં આવ્યું છે. આ સુધારા હેઠળ, ભારે ઉદ્યોગ મંત્રાલયે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે પ્રોત્સાહક મર્યાદા વાહનના ખર્ચના 40% સુધી પહોંચી ગઈ છે, જે અગાઉ 20% હતી.
  • મુંજાલે જણાવ્યું કે, અમે અમારી પહોંચ વધારી રહ્યા છીએ, ચાર્જિંગ પોઇન્ટ લગાવી રહ્યા છીએ અને મિકેનક્સને નવી રીતે તાલીમ આપી રહ્યા છીએ. આ બધાની વચ્ચે એક અનુકૂળ નીતિથી ઇલેક્ટ્રિક વાહનોના વિકાસને વધારશે અને ક્ષેત્રમાં પરિવર્તન લાવશે.

2021માં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના 11 મોડેલ લોન્ચ થયાં
આ વર્ષના પ્રથમ 3 મહિનામાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં 11 મોડેલ લોન્ચ કરવામાં આવ્યાં છે. આમાં ઘણી લોકપ્રિય કંપનીઓના મોડેલો અને કેટલીક સ્ટાર્ટઅપ્સ સામેલ છે. ગોવા સ્થિત સ્ટાર્ટઅપ કબીરાએ ભારતની સૌથી ઝડપી ઇ-બાઇક પણ બનાવી હતી. ઘણા મોડેલ્સ હજી લોન્ચ થવાની તૈયારીમાં છે. એકંદરે, આ વર્ષ ઇ-વાહન ઇન્ડસ્ટ્રી માટે વધુ સારું રહેશે.