ટાયર બનાવવાના નવા નિયમ:સરકારનું કહેવું છે કે કંપની એવા ટાયર બનાવે જે ભીના રસ્તામાં પણ પકડ જાળવી રાખે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર ટાયરને લઈને નવો કાયદો લાવી રહી છે, જે 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે

ગાડીની સમયસર સર્વિસિંગ કરાવવાની સાથે તેના ટાયરની તરફ ધ્યાન આપવું જરૂરી છે. ગાડીમાં જે ટાયર લગાવવામાં આવેલું છે તે કઈ સ્થિતિમાં છે તેની ખબર હોવી જોઈએ. ગાડીના ટાયર પર જ તેનો કંટ્રોલ, માઈલેજ, બેલેન્સ અને હેન્ડલિંગ જેવી બાબતો આધાર રાખે છે. સરકાર પણ હવે તેના પર ધ્યાન આપી રહી છે. હકીકતમાં સરકાર ટાયરને લઈને નવો કાયદો લાવી રહી છે, જે 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે.

બ્રેકિંગ ગ્રિપવાળા ટાયર તૈયાર કરવામાં આવશે
ટાયર કંપનીને ટાયર એવી રીતે ડિઝાઈન કરવા પડશે, જેનાથી ભીના રસ્તામાં પણ ટાયરની પકડ જાળવી રાખે. તેમજ તેનાથી ફ્યુલનો ઉપયોગ ઓછો થાય અને બ્રેકિંગ ગ્રિપનું પરફોર્મન્સ પણ વધે. તેમજ ગાડીઓમાંથી થતા ધ્વનિ પ્રદૂષણને પણ ધ્યાનમાં રાખવામાં આવે. તે 2016માં યુરોપમાં લાવવામાં આવેલા કાયદા જેવો છે.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમ અનુસાર ટાયર બને છે
ભારતમાં હાલમાં એપોલો ટાયર્સ, CEAT ટાયર, JK ટાયર, TVS ટાયર જેવી કંપનીઓ ટાયર બનાવે છે. ભારતમાં વેચવામાં આવતા ટાયરની ક્વોલિટી માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નિયમ છે. જો કે, તે ગ્રાહકોને એવી જાણકારી નથી આપતા જે તેમને ટાયર ખરીદવામાં મદદ કરે. તેથી સરકાર રેટિંગ સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે.

આ રેટિંગથી એ નક્કી કરવામાં આવશે કે ટાયર વધારે વિશ્વસનીય બની શકે. ભારત હવે ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબ બની રહ્યું છે. જેને ભવિષ્યમાં આવા નિયમોની જરૂર પડશે. નિષ્ણાતોના અનુસાર, નવા નિયમો લાગુ કરવામાં કંપનીઓને મુશ્કેલી નહીં પડે.