તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • The Government Can Give Incentives Only For EV And Hydrogen Fuel Vehicles, The Benefits Of The Scheme Can Also Be Availed On Making Its Parts.

ઓટો PLI સ્કીમનું ફોકસ બદલાયું:માત્ર EV અને હાઇડ્રોજન ફ્યુલ ગાડીઓ માટે જ સરકાર ઇન્સેન્ટિવ આપી શકે છે, તેના પાર્ટ્સ બનાવવા પર પણ યોજનાનો લાભ મળી શકે છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારે ઓટો સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગને સપોર્ટ કરવા માટે લગભગ 60,000 કરોડ રૂપિયાની જે સ્કીમ બનાવી હતી તેમાં ફેરફાર કર્યા છે. આ બાબતે જાણકાર સૂત્રોએ જણાવ્યું કે, સરકારનું ફોકસ હવે ગ્રીન એનર્જી વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા પર રહેશે. તે કંપનીઓને માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને હાઇડ્રોજન ફ્યુલથી ચાલતી ગાડીઓ અને તેના પાર્ટ્સ બનાવવા માટે ઇન્સેટન્ટિવ આપશે.

પહેલા સમગ્ર ઓટો ઇન્ડસ્ટ્રીને ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ આપવા માગતી હતી
સરકાર અગાઉ ઘરેલુ વપરાશ અને નિકાસ માટે ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ બનાવતી કંપનીઓને ઇન્સેન્ટિવ આપવા માગતી હતી. તેમણે આ ઇન્સેન્ટિવમાંથી થોડો ભાગ ઇલેક્ટ્રિક વાહનો (EVs) માટે નક્કી કર્યો હતો. સરકારનું ફોકસ ત્યારે બદલાયું જ્યારે ટેસ્લા ઇન્ડિયામાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. તે EVs પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા માટે લોબિંગ કરી રહી છે.

જૂની ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા સરકાર ખર્ચ કરવા નથી માગતી
સરકાર ટેસ્લાની રિક્વેસ્ટ પર વિચાર કરી રહી છે, પરંતુ તે બદલામાં કંઈક માગે છે. તે ટેસ્લા પાસેથી એ કમિટમેન્ટ માગે છે કે કંપની ભારતમાં EV બનાવશે. નવા પ્રસ્તાવ મુજબ, તે ઇન્સેન્ટિવ માત્ર ઇલેક્ટ્રિક ગાડીઓ અને હાઇડ્રોજન ફ્યુલથી ચાલતી ગાડીઓના નિર્માણ માટે જ આપશે. સરકાર જૂની ટેક્નોલોજીને ઇન્સેન્ટિવ આપવા પાછળ ખર્ચ કરવા માગતી નથી.

ક્લીન એનર્જી વ્હીકલના કમ્પોનન્ટ બનાવવા માટે ઇન્સેન્ટિવ આપવામાં આવશે
જો કે, ઓટો પાર્ટ્સ કંપનીઓને ક્લીન એનર્જી વ્હીકલના કમ્પોનન્ટ બનાવવા માટે ઇન્સેન્ટિવ મળશે. તેમને ઇન્સેન્ટિવ સેફ્ટી સંબંધિત પાર્ટ્સ સિવાય કનેક્ટેડ ગાડીઓના સેન્સર અને રડાર જેવી બીજી એડવાન્સ ટેક્નોલોજીમાં રોકાણ માટે પણ મળશે. તેમને ઓટોમેટિક ટ્રાન્સમિશન, ક્રૂઝ કન્ટ્રોલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સમાં પૈસા રોકવા માટે પણ સપોર્ટ આપવામાં આવશે.

PLI ડોમેસ્ટિક વેચાણ અને નિકાસ બંને માટે મળી શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનો હેતુ એવી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનો છે જેનું પ્રોડક્શન ભારતમાં નથી થઈ રહ્યું. પરંતુ તે ઇમ્પોર્ટ કરાઈ રહી છે. જેથી, તેનાથી રેગ્યુલેટરી જરૂરિયાત પૂરી થઈ શકે અથવા તો ગ્રાહક ગાડીમાં આવાં ફીચર્સની માગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રોડક્શન લિંક્ડ સ્કીમ ડોમેસ્ટિવ વેચાણ અને નિકાસ બંને માટે મળી શકે છે અને તેને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં અંતિમ રૂપ આપવામાં આવી શકે છે.

મારુતિ સુઝુકી અત્યારે EV નહીં બનાવે
દેશમાં વેચાતી દરેક સોમાંથી માત્ર એક જ ઇલેક્ટ્રિક છે. ટાટા મોટર્સ હાલમાં દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની છે. એમ એન્ડ એમ ઉપરાંત, ટૂ વ્હીલર કંપની TVS મોટર અને હીરો મોટોકોર્પ તેમની EV પ્લાન પર કામ કરી રહી છે. મારુતિ સુઝુકીનો હાલ EV બનાવવાનો કોઇ હેતુ નથી. ગયા મહિને જ તેના ચેરમેન આર.સી. ભાર્ગવે કહ્યું હતું કે, દેશમાં ઘણી ઇલેક્ટ્રિક કાર વેચાતી નથી અને તે અત્યારે ગ્રાહકોને પોસાય એમ પણ નથી.

લગભગ 2 લાખ કરોડ રૂપિયા PLI સ્કીમનો ભાગ છે
આ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ભારતમાં લાવવા માટે આશરે 2 લાખ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનો એક ભાગ છે. આ સ્કીમ હેઠળ સરકાર ઓટો, ઓટો પાર્ટ્સ સહિત 10 સેક્ટરની મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પાંચ વર્ષ માટે ઇન્સેન્ટિવ આપીને ડોમેસ્ટિક માર્કેટમાં પ્રોડક્શન અને નિકાસને પ્રોત્સાહન આપવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...