તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • The Government Became Active In Bringing The American Automobile Company Tesla To Gujarat And Started Talks With The Company

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લૂઝિવ:અમેરિકાની ઓટોમોબાઇલ કંપની ટેસ્લાને ગુજરાતમાં લાવવા સરકાર એક્ટિવ થઈ, કંપની સાથે વાતચીત શરૂ કરી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઇબ્રન્ટ સમિટમાં ટેસ્લા કંપનીને બોલાવવાનો પ્રયાસ
  • મહારાષ્ટ્ર સરકારે પણ 22 ઓક્ટોબરે કંપની સાથે વાચ કરી હતી
  • અત્યારે ગુજરાતના સાણંદમાં ટાટા મોટર્સ ઇ-કાર બનાવે છે

ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવતી અમેરિકાની ટેસ્લા કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ એલન મસ્કએ થોડા દિવસો પહેલાં સંકેત આપ્યો હતો કે આ કંપની ભારતમાં પ્રવેશ કરશે. હવે રાજ્ય સરકાર કંપનીને ગુજરાતમાં લાવવામાં સક્રિય થઈ છે. રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ દિવ્ય ભાસ્કર સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે, અમે ટેસ્લાના સંપર્કમાં છીએ અને કંપની ગુજરાતમાં આવે તેવો પ્રયાસ ચાલુ છે. અમે કંપનીના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. જો કે, અધિકારીએ મામલો કયા સ્તરે પહોંચ્યો તે વિશે વધુ કહેવાની ના પાડી. ફક્ત કહ્યું હતું કે વાતચીત પહેલા તબક્કામાં છે.

ટેસ્લા વાઇબ્રન્ટ ગુજરાતમાં આવી શકે છે
અધિકારીના જણાવ્યા અનુસાર, ટેસ્લા સાથે થોડા સમય પહેલા વાતચીત શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત, આગામી જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સામેલ થાય એ માટે પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

મહારાષ્ટ્ર સરકારે પણ ઇન્વિટેશન પણ આપ્યું છે
ટેસ્લાના ભારત આવવાના સંકેત પછી મહારાષ્ટ્ર સરકારે સૌ પ્રથમ ટેસ્લાને ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે જમીન આપવાની તૈયારી બતાવી હતી. આ માટે, સારી જગ્યાએ જમીનની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. બિઝનેસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારની યોજના પૂણે, નાસિક અને નાગપુરમાં મુખ્ય સ્થળોએ જમીન આપવાની છે. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે અને ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઇએ પણ કંપનીના ટોપ મેનેજમેન્ટ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી છે.

ટેસ્લાએ કહ્યું - આવતા વર્ષ સુધી ભારત આવી જઇશું
ટેસ્લા ક્લબ ઇન્ડિયા નામથી ટ્વિટર પર ટેસ્લાના ઇન્ડિયન ફેન્સનું એક ફેન્સ હેન્ડલ છે. 2 ઓક્ટોબરના રોજ એલન મસ્કને હેન્ડલ પર એક પોસ્ટ કરીને પૂછવામાં આવ્યું હતું કે અમે ટેસ્લાના ભારત આવવા અંગે આશાવાદી છીએ અને કંપની આ દિશામાં પ્રોગ્રેસિવ હોય તો અમને આ જાણીને આનંદ થશે. આ પોસ્ટના જવાબમાં એલન મસ્કએ કહ્યું કે- 'આગામી વર્ષે ચોક્કસ'

ભારતીય કંપની સાથે જોડાવાની સંભાવના પણ છે
ઓટો સેક્ટરના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો ટેસ્લા સીધી ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી ન પણ કરે તો તે ઇલેક્ટ્રિક વાહનો બનાવતી ઇન્ડિયન ઓટો કંપની સાથે જોડાઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો આવું થાય તો મહિન્દ્રા કંપનીનું પહેલું નામ આ રેસમાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો