તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રાંસની કંપનીએ ઇ-બાઇક રજૂ કરી, 2.5 કલાકમાં ચાર્જ થઈ 100 કિમી સુધી ચાલશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ફ્રાંસની કંપની કોલીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રિોનિક્સ શો 2020માં ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરી છે. આ સાઇકલ લાઇટવેટ હોવાની સાથે પાવરફુલ પણ છે. તેમજ, રાઇડિંગ સંબંધિત અનેક સેફ્ટી ફીચર્સ પણ આ સાઇકલમાં આપવામાં આવ્યાં છે. કંપનીએ બાઇકનું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે. તેના માટે યુઝરે 2,000 યુરો એટલે કે લગભગ 1,57,000 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ દેખાવમાં સાઇકલ જેવી છે અને તેનું વજન 19 કિલો છે.

સિંગલ ચાર્જમાં 100 કિમી સુધી ચાલશે
આ ઇલેક્ટ્રિક બાઇકમાં 529 WHની રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે. આ 2.5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે અને ત્યારબાદ તેને 100 કિમી સુધી ચલાવી શકાય છે. આ ફુલ્લી ઓટોમેટિક બાઇક છે. તેમાં ઇન્ટિગ્રેટેડ હાઇ ડેફિનેશન 3.2 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 480 x 800 પિક્સલ છે. આ સંપૂર્ણ રીતે વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે. તેમાં ટ્રાન્સલેટિવ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી સનલાઇટમાં પણ તેની વિઝિબિલિટી બનેલી રહે. આ બ્લુટૂથની મદદથી સ્માર્ટફોન પણ કનેક્ટ કરી શકાય છે. કનેક્ટિવિટી પછી સ્માર્ટફોનની બેટરી, કોલ અને મેસેજની ડિટેલ્સ તેમાં જોવા મળે છે.

GPS ટ્રેકરથી સજ્જ
કંપનીએ તેમાં GPS ટ્રેકર પણ આપ્યું છે એટલે કે, જો કોઈ તમારી સાઇકલ ચોરવાનો પ્રયાસ કરે તો તેનું લોકેશન તમે તમારા સ્માર્ટફોન પર જોઈ શકશો. તેમાં જિયોલોકેશનનું ફીચર પણ આપ્યું છે. તેમાં ઇન્ટિગ્રેટેડ USB પોર્ટ પણ આપ્યો છે. બાઇકની સ્પીડ વધારવા માટે સેન્સર આપ્યાં છે. કંપની આ બાઇક પર 7 વર્ષની વોરંટી અને તેમાં લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટ્સ પર 2 વર્ષની વોરંટી આપે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો