રોયલ એનફિલ્ડે અંતે EICMA 2022માં નવી ફ્લેગશિપ ક્રૂઝર મીટિયોર-650 બાઈકને રિલીવ કરી દીધી છે. આ બાઈક ઈન્ટરસેપ્ટર-650 અને કોન્ટિનેન્ટલ GT-650 પછી બ્રાન્ડ દ્વારા 650CC વાળી ત્રીજી પ્રીમિયમ બાઈક લોન્ચ કરવામાં આવી હતી. પ્રીમિયમ ક્રૂઝર બાઈક સુપર મીટિયોર-650માં 648CC પેરેલલ-ટ્વિન એન્જિન મળશે, જે અગાઉની બે બાઈકોમાં પણ આપવામાં આવ્યું છે. ઈન્ટરસેપ્ટર-650 અને કોન્ટિનેન્ટલ GT-650થી અલગ નવી સુપર મીટિયોર-650ને મીટિયોર-350ની જેમ જ ક્રૂઝર ડિઝાઈન આપવામાં આવી છે.
સુપર મીટિયોર-650 વેરિઅન્ટ અને કલર્સ
સુપર મીટિયોર-650નાં સોલો ક્રૂઝર વેરિઅન્ટમાં પાંચ કલર મળશે. જેમાં એસ્ટ્રેલ બ્લેક, એસ્ટ્રેલ બ્લૂ, એસ્ટ્રલ ગ્રીન, ઈન્ટરસ્ટેલર ગ્રે અને ગ્રીન રંગ પણ સામેલ છે. બીજી તરફ સુપર મીટિયોર-650નાં ગ્રેડ ક્રૂઝર વેરિઅન્ટમાં સેલેસ્ટિયલ રેડ અને બ્લૂ 2 રંગો મળી રહેશે. ભારતમાં આ બાઈકની કિંમત અને ક્યારે લોન્ચ થશે તે અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. આશા છે કે, કંપની જલ્દી જ આ અંગે જાહેરાત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેની કિંમત ઈન્ટરસેપ્ટર-650 અને કોન્ટિનેન્ટલ GT-650થી વધુ હોય શકે.
સુપર મીટિયોર-650 ડિઝાઈન
એક ક્રૂઝર રાઈડર બાઈકની વિશેષતા તેની રાઈડિંગ પોઝિશન હોય છે. સુપર મીટિયોરને 700CC સેગ્મેન્ટમાં રાખવામાં આવ્યું છે. આ બાઈક પૂરી રીતે ફુટ-ફોરવર્ડ કંટ્રોલ, લો સ્કેલ્પ્ડ સીટ અને વાઈડ પુલ-બેક હેન્ડલબાર્સની સાથે આવે છે. રોયલ એનફિલ્ડનો દાવો એવો છે કે, આ તમામ ડિઝાઈનના ચેન્જીસથી રાઈડર્સને એવો અનુભવ થશે કે, પોતે બાઈકનો જ એક ભાગ છે.
સુપર મીટિયોર-650 એન્જિન અને પાવર
સુપર મીટિયોર-650માં તે જ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઈન્ટરસેપ્ટર-650 અને કોન્ટિનેન્ટલ GT-650માં મળે છે. જો કે, તેનાં હેડ અને સાઈડ પેનલની ડિઝાઈન થોડી નવી અને મેટ બ્લેક કલરની છે. આ એન્જિન 7,250rpm પર મેક્સિમમ 47PSનો પાવર અને 5,650rpm પર 52nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેના એન્જિનની સાથે સ્લીપર ક્લચ અસિસ્ટ 6 સ્પીડ ગિયરબોક્સને જોડવામાં આવ્યું છે. બીજી તરફ તેની ફ્યુલ ટેન્કની કેપેસિટી 15.7 લિટર છે.
સુપર મીટિયોર-650 બ્રેકિંગ અને સસ્પેન્શન
સુપર મીટિયોર-650માં એક સ્ટીલ ટ્યૂબલર સ્પાઈન ફ્રેમ ચેસિઝ છે. આ બાઈકમાં ફ્રન્ટમાં 43mm અપસાઈડ ડાઉન ફોકર્સ અને રિયરમાં ટ્વિન ગેસ-ચાર્જ શોક એબ્ઝોર્બર સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બ્રેકિંગ માટે ફ્રન્ટ વ્હીલમાં 320mm ડિસ્ક અને પાછળની તરફ 300mm ડિસ્ક કંટ્રોલ આપવામાં આવ્યો છે. આ બ્રેકિંગ સિસ્ટમની સાથે ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ પણ આપવામાં આવી છે.
સુપર મીટિયોર-650 એક્સેસરીઝ
આ બાઈકમાં બાર એન્ડ મિરર, ડિલક્સ ફૂટપેગ, સોલો ફિનિશર, LED ઈન્ડિકેટર્સ, મશીની વ્હીકલ્સ, ડીલક્સ ટૂરિંગ ડ્યુઅલ સીટ, ટૂરિંગ વિન્ડસ્ક્રિન, પેસેન્જર બેકરેસ્ટ, લોન્ગહોલ પેનિયર્સ અને ટૂરિંગ હેન્ડલબાર સહિત અનેક એક્સેસરિઝ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.