તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • The First Look Of The New Variant Of Hero Glamor 125 Bike Has Been Released, Equipped With Three Color Options, The Estimated Price Of This Bike Will Be ₹ 90,000.

ફર્સ્ટ લુક:હીરો Glamour 125 બાઇકના નવા વેરિઅન્ટનો ફર્સ્ટ લુક રિલીઝ થયો, ત્રણ કલર ઓપ્શનથી સજ્જ આ બાઇકની અંદાજિત કિંમત ₹90,000 હશે

3 મહિનો પહેલા

હીરો મોટોકોર્પ ભારતમાં તેની લોકપ્રિય બાઇક હીરો ગ્લેમર 125નું નવું વેરિઅન્ટ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ નવાં વેરિઅન્ટનું નામ Glamour XTEC હશે. આ નવો વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ મોડેલ પર આવશે. આ નવાં વેરિઅન્ટમાં ગ્રાહકોને ઘણાં નવાં એક્સ્ટ્રા ફીચર્સ મળશે. આ સિવાય, તેમાં નવા કલર ઓપ્શન પણ સામેલ કરવામાં આવશે. ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીએ XTECનો ટ્રેડમાર્ક ફાઇલ કર્યો હતો. ભારતમાં તેની હોન્ડા SP 125 સાથે સ્પર્ધા થશે.

સ્ટાઇલિશ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ હશે
કંપનીના લીક થયેલાં ઇન્ટરનલ પ્રેઝન્ટેશનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, હીરો ટૂંક સમયમાં જ Glamourનું XTEC વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કરી શકે છે. નવાં વેરિઅન્ટમાં એક નવું સ્ટાઇલિશ લુક ધરાવતું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ મળશે. તેમાં રિઅર પોઝિશન ઇન્ડિકેટર અને ટેલલાઇટ સાથે ડિજિટલ ટેકોમીટરની માહિતી મળશે. આ સિવાય, તેમાં ફ્યુલના વપરાશની રિયલ ટાઇમ માહિતી પણ મળી શકે છે.

ત્રણ કલર ઓપ્શનમાં મળશે
કંપની આ બાઇકમાં LED લાઇટિંગ અને સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર્સ આપી શકે છે. આ બાઇક ત્રણ નવા કલર સાથે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેમાં ગ્લેમર ટેક્નો બ્લેક, ગ્લેમર ગ્રે બ્લુ અને ગ્લેમર ગ્રે રેડ કલર સામેલ છે. આ સિવાય, સ્ટાન્ડર્ડ મોડેલ કરતાં તેમાં નવાં ગ્રાફિક્સ આપવામાં આવી શકે છે.

એન્જિન ડિટેલ્સ
Hero Glamourમાં BS6 કમ્પ્લાયન્ટ 125ccનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં હીરોની XSens પ્રોગ્રામ્ડ ફ્યુલ ઇન્જેક્શન ટેક્નોલોજી આપવામાં આવી છે. તેનું એન્જિન 7,500rpm પર 10.73 bhp પાવર અને 6,000rpm પર 10.6 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. તેનું એક ગિયર નીચેની બાજુ લાગે છે. તેમજ, અન્ય ચાર ગિયર ઉપરની તરફ લાગે છે.

કિંમત
​​​​​​માનવામાં આવી રહ્યું છે કે, Glamour XTEC વેરિઅન્ટમાં પણ આ જ એન્જિન મળશે. Hero Glamour XTECનો ભાવ સ્ટાન્ડર્ડ મોડેલ કરતાં થોડું મોંઘું હશે. Hero Glamourના કરન્ટ મોડેલની એક્સ ળો રૂમ કિંમત 73,200 રૂપિયા છે. માનવામાં આવી રહ્યું છે કે, Glamour XTECની કિંમત આશરે 90,000 રૂપિયાની આસપાસ હશે.

અન્ય સમાચારો પણ છે...