ફર્સ્ટ લુક / નવી હોન્ડા સિટીનો ફર્સ્ટ લુક રિલીઝ, એપ્રિલમાં વેચાણ માટે લોન્ચ થશે

The first look of the new Honda City released
The first look of the new Honda City released
The first look of the new Honda City released
The first look of the new Honda City released

Divyabhaskar.com

Feb 14, 2020, 12:28 PM IST

ઓટો ડેસ્કઃ હોન્ડા કાર્સ ઇન્ડિયા તેની પોપ્યુલર સિડેન કાર હોન્ડા સિટીનું નેક્સ્ટ જનરેશન મોડેલ એપ્રિલમાં લોન્ચ કરવાની છે. જો કે, આ કાર લોન્ચ થયા એ પહેલાં કંપનીએ તેનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દીધો છે. આ કારનું બુકિંગ મિડ માર્ચથી શરૂ થશે. ટીઝર લુકથી નવી હોન્ડા સિટીના ઇન્ડિયન મોડેલની ડિઝાઇનની ડિટેલ્સ સામે આવી છે.
નેક્સ્ટ જનરેશન હોન્ડા સિટીને નવેમ્બર 2019માં થાઇલેન્ડમાં રજૂ કરવામાં આવી હતી. આ હોન્ડા સિટીનું ફિફ્થ જનરેશન મોડેલ છે. ટીઝર ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કારનું ઇન્ડિયન મોડેલ પણ ઘણું ખરું થાઇલેન્ડ મોડેલ જેવું લાગે છે.

ભારતમાં આવનારી આ હોન્ડા સિટીમાં LED હેડલાઇટ્સ અને 16 ઇંચના એલોય વ્હીલ્સ હશે, જે થાઇલેન્ડમાં વેચાનારી ટોપ વેરિ્ટ હોન્ડા સિટી RS ટર્બો જેવાં જ છે. તેમજ, થાઇલેન્ડમાં મળતી સ્ટાન્ડર્ડ સિટીમાં પ્રોજેક્ટર હેડલાઇટ્સ અને 15 ઇંચના એલોય વ્હીલ્સ આપ્યાં છે, જેની ડિઝાઇન થોડી અલગ છે.

ઇન્ટિરિયર
કેટલાક કોસ્મેટિક ફેરફારો સિવાય ભારતમાં આવનારી નવી હોન્ડા સિટીનું ઇન્ટિરિયર થાઇલેન્ડના મોડેલથી ઘણું મળતું આવે છે. કારમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ક્લાઇમેટ કન્ટ્રોલ સિસ્ટમ માટે ડાયલ સહિત થઆઇલેન્ડ મોડેલમાં મળતાં અન્ય ફીચર્સ જોવાં મળશે. સેફ્ટી માટે કારમાં ઘણી એરબેગ્સ, EBD સાથે ABS અને ક્રુઝ કન્ટ્રોલ સહિત અન્ય સેફ્ટી ફીચર્સ જોવાં મળશે.

એન્જિન
ફિફ્થ જનરેશન હોન્ડા સિટીમાં BS-6 કમ્પ્લાયન્ટ 1.5 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન મળશે. કરન્ટ મોડેલની જેમ નવાં મોડેલમાં પણ પેટ્રોલ એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને CVT ગિયરબોક્સ જ્યારે ડીઝલ મોડેલમાં ફક્ત 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળવાની અપેક્ષા છે. નવી સિટીમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિનને માઇલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે પણ આપવામાં આવી શકે છે.

કિંમત
નવી હોન્ડા સિટીની કિંમત કરન્ટ મોડેલ કરતાં થોડી વધારે હશે. અત્યારે હોન્ડા સિટીનાં પેટ્રોલ મોડેલની કિંમત 9.91 લાખ રૂપિયાથી 14.31 લાખ રૂપિયા અને ડીઝલ મોડેલની કિંમત 11.11 લાખ રૂપિયાથી 14.21 લાખ રૂપિયા છે. આ નવી કારની ટક્કર ઇન્ડિયન માર્કેટમાં મારુતિ સિયાઝ, હ્યુન્ડાઇ વર્ના, સ્કોડા રેપિડ અને 1.0 TSI તેમજ ફોક્સવેગન વેન્ટો સાથે થશે.

X
The first look of the new Honda City released
The first look of the new Honda City released
The first look of the new Honda City released
The first look of the new Honda City released

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી