BMW XM લેબલ રેડનું ટીઝર રિલીઝ:બ્રાન્ડની સૌથી તાકતવર કારની પહેલી ઝલક દેખાઈ, જાણો ક્યારે લોન્ચ થશે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જર્મન લક્ઝરી કાર નિર્માતા કંપની BMWએ પોતાની સૌથી પાવરફુલ કાર ‘BMW XM લેબલ રેડ’ નું પહેલું ટીઝર રિલીઝ કર્યું . કંપનીએ નવી કારની પહેલી ઝલક તેના પ્રિયજનોને ‘દિવાળીની ભેટ’ તરીકે બતાવી છે. જો કે, આ કાર માટે તમારે થોડી રાહ જોવી પડશે કારણ કે, BMW તેને આવતા વર્ષે લોન્ચ કરશે. આવનારી કાર જર્મન બ્રાન્ડની અત્યાર સુધીની સૌથી પાવરફુલ કાર હશે. તમને જણાવી દઈએ કે, કંપનીએ સપ્ટેમ્બરમાં જ BMW XM લોન્ચ કરી છે. લેબલ રેડ આ કારની નવી ટ્રિમ છે, જે SUV પર આધારિત છે.

BMW XM લેબલ રેડનું પહેલું ટીઝર ઈન્સ્ટાગ્રામ પર ઓનલાઇન જોવા મળ્યું છે. તેને કંપનીની પરફોર્મન્સ વિંગ BMW M ના ઓફિશિયલ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી છે. જો કે, અપકમિંગ કારનો ફક્ત ફોટો જ હોવા છતાં BMW XMની સરખામણીએ તેના અપડેટ્સને લઇને પડદા પાછળ ઘણી બાબતો જોવા મળે છે. BMW XM પહેલેથી જ ‘સ્ટેન્ડઅલોન M ડિવિઝન કાર’ના રુપમાં આવે છે. આ કાર એક સ્ટાઉટ પરફોર્મર SUV છે.

પાવરફુલ એન્જિન
BMW XM SUVના આગામી લેબલ રેડ વેરિઅન્ટનું એન્જિન ખૂબ જ દમદાર હશે. અહેવાલ મુજબ ટ્વીન ચાર્જ 4.4 લિટર V8 એન્જિન એક જ ઇલેક્ટ્રિક મોટરથી પછાડી શકે છે. તે 738 hpનો પીક પાવર અને 1,000 nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે તેવી અપેક્ષા છે. આ સામાન્ય BMW XMના 644 hpના પીક પાવર અને 800 nmના મેક્સિમમ ટોર્ક કરતાં ઘણું વધારે છે.

એક્સટિરિયર ડિઝાઈન
સામાન્ય વેરિએન્ટની તુલનામાં આગામી લક્ઝરી પરફોર્મન્સ SUVની એક્સટીરિયર ડિઝાઇન સંપૂર્ણપણે અલગ છે. તેમાં ફ્રન્ટ ગ્રિલ, વિંડોઝ અને વ્હીલ્સ પર લાલ રિમથી ઘેરાયેલો છે. આ સાથે જ નવી SUVને અલગ અવતાર આપવા માટે પોસ્ટ કરવામાં આવેલા ફોટોમાં કારની ગ્રિલ પર લાલ XM બેજ પણ જોઈ શકાય છે. એક અંદાજ મુજબ જર્મન બ્રાન્ડ SUVના સસ્પેન્શન અને બ્રેકિંગ સિસ્ટમમાં કેટલાક અપગ્રેડ પણ આપી શકે છે.