સુપરકાર લોન્ચ:ભારતમાં મર્સિડિઝ-AMG GT બ્લેક સિરીઝની પહેલી ડિલિવરી, 9 સેકન્ડમાં 200 કિમી/કલાકની ઝડપે ભાગશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ શુક્રવારના રોજ ભારતમાં કારના શોખીન બૂપેશ રેડ્ડીને મર્સિડિઝ-AMG GT બ્લેક સિરીઝના પ્રથમ યુનિટની ડિલિવરી આપી હતી, જે SLS AMG અને AMG G-63 જેવી અનેક બ્રાન્ડેડ કાર પણ ધરાવે છે. મર્સિડીઝનું આ સુપર એક્સક્લુઝિવ મોડલ દેશમાં 5.5 કરોડની એક્સ-શોરૂમ પ્રાઈસે લોન્ચ કરવામાં આવ્યું છે અને તેની કિંમત હજુ વધી શકે તેવી સંભાવના છે.

આપણાં દેશમાં આ મોડેલના બે યુનિટ ડિલીવર થશે, જેમાં બીજું યુનિ઼ટ આવતાં મહિને માલિકને પહોંચાડવામાં આવશે. મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO, માર્ટિન શ્વેન્કે જણાવ્યું હતું કે, ‘ભારતમાં AMG GT બ્લેક સિરીઝની ડિલિવરી પરફોર્મન્સ પ્યુરિસ્ટ્સ માટે અમારા વૈશ્વિક પોર્ટફોલિયોમાંથી સૌથી ઇચ્છનીય અને વિશિષ્ટ ઉત્પાદનો રજૂ કરવાની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.’

ન્યુરબર્ગિંગ-નોર્ડસ્ક્લિફ સર્કિટ પરની સૌથી ઝડપી સિરીઝની ઉત્પાદન કાર મર્સિડીઝ-AMG GT બ્લેક સિરીઝ અત્યાર સુધીના સૌથી શક્તિશાળી AMG V8 સિરીઝના એન્જિન સાથે આવે છે. તેને 2000-6000 rpm પર 537 kW (730 hp) અને 800nm પીક ટોર્ક જનરેટ કરવાનું રેટિંગ આપવામાં આવ્યું છે. આ કાર 3.2 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપે અને 9 સેકન્ડમાં 0થી 200 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 325 કિમી/કલાક છે. ટ્રાન્સમિશન ડ્યુટી 7-સ્પીડ AMG સ્પીડ શિફ્ટ DCT 7G ડ્યુઅલ-ક્લચ યુનિટ દ્વારા કરવામાં આવે છે.

સુપરકારમાં નવું મોટું રેડિયેટર ટ્રિમ છે- જે GT3રેસિંગ કારથી પ્રેરિત છે- જેમાં ડાર્ક ક્રોમમાં વર્ટિકલ સ્ટ્રટ્સ અને રેસટ્રેકના ઉપયોગ માટે વધારાના મેન્યુઅલી એડજેસ્ટેબલ ફ્રન્ટ સ્પ્લિટર સાથે મોટા ફ્રન્ટ એપ્રોન છે, જેમાં કાર્બન ફાઇબરમાં ફ્રન્ટ ડિફ્યુઝર છે. તે એરોડાયનેમિક ડિઝાઇન સાથે આવે છે તદુપરાંત, પાછળની એક્સલ પર કૂલિંગ માટે સાઇડ મેમ્બર પેનલિંગમાં ઠંડી એર ડક્ટ્સને જોડવામાં આવી છે. તેની અંદરની તરફ AMG GT બ્લેક સીરીઝ રેન્જમાં કાળા રંગમાં વિશિષ્ટNappa leather/DINAMICA માઇક્રોફાઇબરની સાથે કોન્ટ્રાસ્ટ માટે ઓરેન્જ ટોપ-સ્ટિચિંગ તેમજ મેટ-બ્લેક કાર્બન-ફાઇબર ટ્રિમ અને AMG ઇન્ટિરિયર નાઇટ પેકેજ આપવામાં આવ્યું છે. આ વાહનમાં સ્ટાન્ડર્ડ લાઇટ AMG કાર્બન-ફાઇબર બકેટ સીટ, બટન સાથે AMG પરફોર્મન્સ સ્ટીયરિંગ વ્હીલ અને બ્લેક સિરિઝ લેટરીંગ સાથેનો બેજ મળે છે.