તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રંટ ગિયર:ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટરમાં આંગળી ટચ કરતાં જ બાઇક સ્ટાર્ટ થઈ જશે, ચાવી ભરાવવાની પણ જરૂર નહીં પડે

4 મહિનો પહેલા

ઓટોમોબાઈલ કંપનીઓ એનાં વાહનોને હાઇટેક બનાવવા માટે ઘણી ફ્યુચર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. આવી સ્થિતિમાં જૂની બાઇકને એડવાન્સ બનાવવા માટે નેવનએક્સપ્રેસ નામની વેબસાઇટ ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટર લઈને આવી છે. કંપની આ બાઇક સ્ટાર્ટર માટે રિક્વાયર્મેન્ટ સબમિટ કરી રહી છે. આ ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટરની મદદથી બાઇકમાં કી-લેસ એન્ટ્રી મળશે, એટલે કે બાઇક માત્ર આંગળીથી ટચ કરતાં જ શરૂ થઈ જશે.

ફિંગરપ્રિન્ટ બાઇક સ્ટાર્ટર શું છે?

આ ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટર તમારા સ્માર્ટફોનની જેમ અથવા બાયોમેટ્રિક લોકની જેમ જ કામ કરશે, એટલે કે આ માટે પહેલાં રાઇડરે તેની ફિંગરનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ ફિંગર ટચથી બાઇક સ્ટાર્ટ થઈ જશે. આ સ્ટાર્ટરની ખાસ વાત એ હશે કે બાઇકમાં ચાવી લગાવવાની જરૂર નહીં પડે. તેનાથી બાઇકની સેફ્ટી પણ વધી જશે.

  • આમાં તમે ઘણાબધા રાઇડર્સના ફિંગરપ્રિન્ટ ડેટા સ્ટોર કરી શકશો.
  • તેમાં એન્ટી-ટોઇંગ ફીચર આપવામાં આવ્યું છે, એટલે કે તમને SMS દ્વારા અલર્ટ મળી જશે.
  • એન્ટી-થીફ ફીચર સાથે GPS ટ્રેકર પણ આપવામાં આવ્યું છે.
  • બાઇક શરૂ કરવા માટે કોઈ ચાવીની જરૂર નહીં રહે.
  • આ સ્ટાર્ટર વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે, એટલે કે એ દરેક સીઝનમાં કામ કરશે.

પ્રોડક્ટ ખરીદવા રજિસ્ટ્રેશન કરાવવું પડશે
આ પ્રોડક્ટ ખરીદવા માટે તમારે કંપનીની વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેના માટે નામ, કંપની, ઇ-મેલ ID, કોન્ટેક્ટ નંબર, શહેર, દેશ અને સરનામું જરૂરી રહેશે. યુઝરે પોતાની માહિતી સંબંધિત ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવાના રહેશે. માહિતી સબમિટ થયા પછી કંપની તમારો સંપર્ક કરશે. આ પ્રોડક્ટની કિંમત અંગે હજી સુધી કોઈ ભાવ જાહેર કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2021માં આ પ્રોડક્ટ ઓપન સેલ માટે લાવવામાં આવશે.

બીજી ઘણી કંપનીઓ પણ આવી પ્રોડક્ટ્સ બનાવી રહી છે તેમજ ઘણી કંપનીઓ આ પ્રકારની પ્રોડક્ટ લોન્ચ પણ કરી ચૂકી છે, પરંતુ હજી એનો ઉપયોગ ઘણી બાઇક્સ પર નથી થતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો