ન્યૂ લોન્ચ:જગુઆર XF લક્ઝરી સિડેનનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ થયું, 6.5 સેકંડમાં 100 કિમીની સ્પીડ પકડતી આ કારની ₹પ્રારંભિક કિંમત 71.60 લાખ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રિટિશ ઓટોમોબાઇલ કંપની જગુઆર લેન્ડ રોવરની લક્ઝુરિયસ બ્રાન્ડ જગુઆરે ઇન્ડિયન માર્કેટમાં તેની લક્ઝરી સિડેન કાર 2021 XF લોન્ચ કરી દીધી છે. કંપનીએ 2021 XFનું ફેસલિફ્ટ વર્ઝન માર્કેટમાં ઉતાર્યું છે. જગુઆર XF 2021ની પ્રારંભિક કિંમત 71.60 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે ટોપ-સ્પેક માટે 76 લાખ રૂપિયા સુધી જાય છે. જગુઆર 2021 XF લક્ઝરી સિડેનનાં ફેસલિફ્ટ વર્ઝનને બે ટ્રિમ્સમાં રજૂ કરી રહી છે. બંનેને પેટ્રોલ અને ડીઝલ વર્ઝનમાં R-Dynamic S કહેવામાં આવે છે.

2.0 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે
2.0 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે

એન્જિન ડિટેલ્સ
જગુઆર 2021 XF લક્ઝરી સિડેનમાં જૂનાં મોડેલની જેમ જ 2.0 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 247 bhp પાવર અને 365 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ કાર ફક્ત 6.5 સેકંડમાં કલાક દીઠ 0થી 100 કિમીની સ્પીડ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ કલાક દીઠ 250 કિમી છે.

પેટ્રોલ એન્જિન ઉપરાંત જગુઆર BS6 અનુરૂપ ડીઝલ વર્ઝનમાં પણ આવી છે. નવા કડક વાહન ઉત્સર્જન ધોરણોને કારણે તેને ગયા વર્ષે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે કંપનીએ તેનું એન્જિન અપડેટ કર્યું છે. આ એન્જિન 201 bhpનો પાવર અને 430 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ વેરિઅન્ટમાં માઈલ્ડ-હાઈબ્રિડ ટેક્નોલોજી પણ ઉપલબ્ધ છે. Jaguar XF ડીઝલ માત્ર 7.6 સેકન્ડમાં 100 kmphની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 235 kmph છે.

લુક અને ડિઝાઇન
કંપનીએ આ કારમાં થોડા ઘણા ફેરફાર કર્યાં છે. એક્સટિરિયરમાં આ ફેરફાર કારની ગ્રિલ પર જોવા મળી રહ્યો છે. તેની સાઇઝ જૂનાં મોડેલ કરતાં થોડી મોટી થઈ ગઈ છે અને તેને સ્પોર્ટી લુક આપવા માટે ક્રોમ આઉટલાઇન પણ આપવામાં આવી છે. કારમાં J- શેપના LED DRL સાથે નવી LED હેડલાઇટ પણ આપવામાં આવી છે. LED ટેલલાઇટ્સને સ્લિક લુક આપવા માટે તેમાં પણ નવી ગ્રાઉિક ડિઝાઇન સાથે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બંપરમાં પણ નાનો એવો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મોટા એર ઇન્ટેક આપવામાં આવ્યાં છે.

કારમાં 11.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે
કારમાં 11.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે

ઇન્ટિરિયર અને ફીચર્સ
નવી જગુઆર XFનાં ઇન્ટિરિયમાં પણ અનેક ફેરફાર જોવા મળે છે. કારમાં 11.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે હવે લેટેસ્ટ પિવી પ્રો સાથે લોડ કરવામાં આવી છે અને એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને તે સપોર્ટ કરે છે. તેમાં નવું સ્ટિયરિંગ વ્હીલ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ચાર્જિંગ, એર પ્યૂરિફાયર, એમ્બિઅન્ટ લાઇટિંગ, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ્સ વગેરે જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

કોમ્પિટીશન
ઇન્ડિયન માર્કેટમાં જગુઆર XF 2021 કાર BMW 5 સિરીઝસ મર્સિડીઝ E-Class, ઓડી A6 અને તાજેતરમાં લોન્ચ થયેલી વોલ્વો S90 સાથે સ્પર્ધા કરશે.