નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે. ઓટોમોબાઇલ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવા-નવા મોડેલ લોન્ચ કરે છે. આ વચ્ચે BMW ઈન્ડિયાએ નવા વર્ષની શાનદાર શરૂઆત થતા જ શનિવારે ભારતીય બજારમાં 7મી જનરેશનની બે કાર લોન્ચ કરી છે. આ કાર ફ્લેગશિપ લક્ઝરી સેડાન 7 સિરીઝ અને પહેલી ઇલેક્ટ્રિક કાર ઓલ ન્યુ BMW i7નો પણ સમાવેશ થાય છે.
BMW 7 સિરીઝ 740i M સ્પોર્ટ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.70 કરોડ અને BMW i7ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.95 કરોડની કિંમતથી લોન્ચ કરવામાં આવી છે. બંને મોડલ માટે બુકિંગ આજથી શરૂ થઈ ચૂક્યું છે જ્યારે ડિલિવરી માર્ચ 2023થી શરૂ કરવામાં આવશે.
કારની 7 સીરીઝ સ્થાનિક રીતે ચેન્નાઈમાં BMW ગ્રુપ પ્લાન્ટમાં બનાવવામાં આવશે, જ્યારે BMW i7 ભારતમાં કમ્પ્લીટ બિલ્ટ યુનિટ (CBU) તરીકે ઈમ્પોર્ટ કરવામાં આવશે. બંને કાર CLAR પ્લેટફોર્મ પર આધારિત છે. BMW ગ્રુપ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ વિક્રમ પાવાહે જણાવ્યું કે 3.0-લિટર એન્જિનને પછીથી 7 સિરીઝમાં રજૂ કરવામાં આવશે.
તો નવી જે કાર લોન્ચ કરવામાં આવી છે તેમાં અગાઉની ડિઝાઇનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નવા મોડેલમાં વિશાળ નવી કિડની ગ્રિલ, નવા એલોય વ્હીલ્સ, સ્પ્લિટ LED હેડલેમ્પ્સ અને LED ટેલલાઇટ્સ સાથે બોલ્ડ લુકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મૉડલ ફ્લેટ બોનેટ અને શાર્પ શોલ્ડર-લાઇન સાથે આવે છે, જે બંને મૉડલની હાજરી અને એક્સપિરિયન્સને વધારવામાં મદદ કરે છે.
કારના ઇન્ટીરિયરમાં પણ ફેરફારો
નવી BMW 7 સિરીઝ અને i7ની કેબિનને અંદરથી બદલવામાં આવી છે. ડેશબોર્ડ પર પ્લસ ડ્યુઅલ સ્ક્રીન સેટ-અપ સાથે લાઇવ કોકપિટ છે. જેમાં 12.3-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને 14.9-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ સાથે જ મોડલમાં ડેશબોર્ડ વેન્ટિલેશન અને ક્લાઈમેટ કંટ્રોલ ફંક્શન્સ માટે ટચ કેપેસિટીવ કંટ્રોલ સાથે ઇન્ટરેક્શન બાર પણ આવે છે.
સેફટી વિચાર
7th જનરેશન કારમાં કોર્નરિંગ બ્રેક કંટ્રોલ (CBC), ઓટો હિલ હોલ્ડ સાથે ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક સહિત એટેન્શન આસિસ્ટન્સ, ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ (DSC) જેવી સુવિધાઓ મળે છે.
બીજી અનેક સુવિધાઓ મળશે
બંને મોડલમાં એમેઝોન ફાયર ટીવી બિલ્ટ-ઇન સાથે વૈકલ્પિક 31.3-ઇંચ 8K થિયેટર સ્ક્રીન પણ આપવામાં આવી છે, જે આગળ અને પાછળની સીટોની સેન્ટ્રલ રૂફની નીચેની તરફ ફ્લિપ કરે છે. લાઉન્જ અનુભવ માટે પાછળના દરવાજામાં એક સંકલિત 5.5-ઇંચ ટચ સ્ક્રીન કંટ્રોલ પેનલ પણ આપવામાં આવી છે.
તો અન્ય અપગ્રેડમાં લેધરની અપહોલ્સ્ટરી, સિસ્ટનેબલ મટીરીયલ, 18-સ્પીકર 4D ઓડિયો સિસ્ટમ, 42.5 ડિગ્રી સુધી રેકલાઇનિંગ સાથે એક્ઝિક્યુટિવ લાઉન્જ સીટ, મસાજ અને સીટ વેન્ટિલેશન, ઓટોમેટિક દરવાજા, પેનોરેમિક ગ્લાસ રૂફ, ક્લાઉડ-આધારિત નેવિગેશન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
BMW 740i M Sport: એન્જિન પાવર અને ગિયરબોક્સ
આ કારમાં ઘણા પાવરટ્રેન વિકલ્પો પણ આપવામાં આવ્યા છે. ભારતમાં લોન્ચ કરવામાં આવેલી કારમાં 3.0-લિટર ઇન-લાઇન 6-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 376 bhpનો પાવર અને 520 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. મોટર 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલી છે. BMWની 7 સીરીઝની કાર ભારતીય બજારમાં મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ, ઓડી A8 જેવી કારને ટક્કર આપી શકે છે.
BMW i7 બેટરી, રેન્જ અને પરફોર્મન્સ
આ કાર ભારતમાં ટોપ-સ્પેક X-ડ્રાઈવ 60 વેરિઅન્ટ સાથે લોન્ચ કરવામાં આવી છે, જેમાં બે ઇલેક્ટ્રિક મોટર્સ છે. આ મોટર 536.4 bhp અને 745 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું ઈલેક્ટ્રિક વેરિઅન્ટ 240 kmphની ટોપ સ્પીડ સાથે 4.7 સેકન્ડમાં 0-100 kmph થી વેગ પકડી શકે છે.
i7 એ 101.7 kWh બેટરી પેક દ્વારા સંચાલિત છે જે એક જ પૂર્ણ ચાર્જ પર 625 કિમી સુધીની WLTP-પ્રમાણિત રેન્જ આપે છે. ભારતીય બજારમાં તે મર્સિડીઝ-બેન્ઝ EQS, Audi RS e-tron GT, Porsche Taycan સાથે સ્પર્ધા કરશે.
ચાર્જર i7 સાથે 195KW ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે. તેને માત્ર 34 મિનિટમાં 10-80 ટકા ચાર્જ કરી શકાય છે, જે 10 મિનિટમાં લગભગ 170 કિમીની રેન્જ આપે છે.11KW AC ચાર્જર i7ની બેટરીને 10.5 કલાકમાં સંપૂર્ણપણે ચાર્જ કરી શકે છે. BMW દરેક મોડલ સાથે કોમ્પ્લિમેન્ટરી વોલ બોક્સ ચાર્જર આપશે.
BMW બંને કાર પર બે વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી ઓફર કરે છે, જ્યારે બેટરી પેક પર 8 વર્ષ અથવા 160,000 કિલોમીટરની વોરંટી મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.