ફોર્ડનું પરફ્યૂમ લોન્ચ:ઈલેક્ટ્રિક કારની અંદર પેટ્રોલ-ડીઝલ જેવી સુગંધ આવશે, તેની બોટલને ફ્યુઅલ મશીનની જેમ ડિઝાઈન કરવામાં આવી છે

એક વર્ષ પહેલા
કંપનીએ  Mach-Eau નામનું પરફ્યૂમ તૈયાર કર્યું છે. કંપની આ પરફ્યૂમનું વેચાણ નહીં કરે, પરંતુ આ પરફ્યૂમ તે લોકોને આપવામાં આવશે જેમને ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડ શરૂ થવા પર સુગંધ નથી આવતી.
  • આ પરફ્યૂમનું નામ Mach-Eau રાખવામાં આવ્યું છે

અમેરિકન ઓટોમેકર કંપની ફોર્ડે પોતાની Mustang Mach-E GTનું બુકિંગ શરૂ કરી દીધું છે. તેની પ્રારંભિક કિંમત 59,900 ડોલર (લગભગ 45 લાખ રૂપિયા) છે. આ ઈલેક્ટ્રિક કાર એટલી પાવરફૂલ છે કે 0થી 100 કિમીની સ્પીડ માત્ર 3.8 સેંકડમાં પકડી લે છે. તેમજ સિંગલ ચાર્જ પર તેની રેન્જ 435 કિમીની આસપાસ છે. કંપનીએ આ કાર માટે એક ખાસ પરફ્યૂમ તૈયાર કર્યું છે, જેમાં પેટ્રોલ જેવી સુગંધ આવશે.

હકીકતમાં, ફોર્ડે યુરોપમાં એક સર્વે કર્યો, જેમાંથી 5માંથી 1 ડ્રાઈવર ઈલેક્ટ્રિક કારમાં પેટ્રોલની સુગંધ યાદ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં કંપનીએ Mach-Eau નામનું પરફ્યૂમ તૈયાર કર્યું છે. કંપની આ પરફ્યૂમનું વેચાણ નહીં કરે, પરંતુ આ પરફ્યૂમ તે લોકોને આપવામાં આવશે જેમને ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડ શરૂ થવા પર સુગંધ નથી આવતી.

Mach-Eauમાં શું ખાસ છે?
ફોર્ડના આ પરફ્યૂમની બોટલને ફ્યુઅલ પંપના મશીનની જેમ ડિઝાઈન કરવામાં આવી છે. એટલે કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલના ફ્યુઅલ મશીન જેવી ડિઝાઈન છે. તેની સાઈડમાં પેટ્રોલની પાઈપ અને નોઝલ જેવો કેબલ છે. તેની અંદર પરફ્યૂમની ક્વોન્ટીટી 50ml છે. બોટલની સામે એક દોડતા ઘોડાનો લોગો છે, જે કારની ફ્રન્ટ ગ્રિલ પર આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે પરફ્યૂમનો કલર પણ પેટ્રોલના કલરથી મળતો આવે છે.

Mustang Mach-E GT હાઈલાઈટ્સ
ફોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ પાવરફૂલ ઈલેક્ટ્રિક કાર છે. તેમાં 480 હોર્સવાર જેટલી તાકત છે. તેમજ તેનો ટોર્ક 813nm છે. સેફ્ટી માટે કારની અંદર ચારેય તરફ એરબેગ્સ આપવામાં આવ્યા છે. તેમજ રિઅર ડોરમાં ચાઈલ્ડ સેફ્ટી, ઓટો ડિમિંગ રિઅરવ્યૂ મિરર, ટાયર પ્રેશર મોનીટર સિસ્ટમ, રિઅર વિન્ડો ડિફ્રોસ્ટર અને વોશર, SOS પોસ્ટ ક્રેશ અલર્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ ઈલેક્ટ્રિક કારને ચાર વેરિઅન્ટ સિલેક્ટ, કેલિફોર્નિયા રૂટ 1, પ્રીમિયમ અને GTમાં લોન્ચ કરવામાં આવી છે.