તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • The E truck Broke The Guinness World Record By Running 1099 Km In A Single Charge, With 2 Drivers Crossing The Longest Test Track In 23 Hours.

રેકોર્ડ બ્રેક:સિંગલ ચાર્જમાં 1099 કિમી દોડીને ઇ-ટ્રકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું, 2 ડ્રાઇવરે 23 કલાકમાં સૌથી લાંબો ટેસ્ટ ટ્રેક પાર કર્યો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં નવી નવી ગાડીઓ અને ટૂ-વ્હીલર તેમજ થ્રી-વ્હીલર આવતાં જોયાં છે. પરંતુ હવે આ સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક ટ્રકે એન્ટ્રી મારી છે અને આ એન્ટ્રી એટલી ગ્રાન્ડ છે કે તેણે આવતાંની સાથે જ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

મર્સિડીઝ બેન્ઝ અને વોલ્વો જેવાં ઓટોમેકર્સ પણ હવે ઇલેક્ટ્રિક વ્હીકલની રેસમાં સામેલ થઈ રહ્યાં છે અને ઇલેક્ટ્રિક ટ્રક બનાવવામાં લાગેલા છે. તેમાં યુરોપનું ફ્યુટરિકમ એક એવું કોમર્શિયલ વ્હીકલ છે જેણે ઇલેક્ટ્રિક ટ્રક્સ ડેવલપ અને મેન્યુફેક્ચરિંગ કરવા માટે DPD સ્વિટ્ઝર્લેન્ડ અને કોન્ટિનેન્ટલ ટાયર્સ સાથે પાર્ટનરશિપ કરી છે.

આ ટીમે તાજેતરમાં જ એક ઇલેક્ટ્રિક ટ્રક દ્વારા રિચાર્જ કર્યાં વગર સૌથી લાંબુ અંતર કાપવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રેકોર્ડ માટે પાર્ટનર્સે એક ઇ-ટ્રકનો ઉપયોગ કર્યો, જે છેલ્લાં 6 મહિનાથી ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતી હતી. આ ઇ-ટ્રકને વોલ્વોએ મોડિફાઇડ કરીને ઇલેક્ટ્રિક ટ્રક બનાવી છે, જેણે સિંગલ ચાર્જ પર જ ક્યાંય અટક્યા વગર 1,099 કિમીનું અંતર કાપ્યું છે.

ટ્રક કોન્ટિડ્રોમમાં 2.8 કિમી લાંબા, ઓવલ ટેસ્ટ ટ્રેક પર ચલાવવામાં આવી
ટ્રક કોન્ટિડ્રોમમાં 2.8 કિમી લાંબા, ઓવલ ટેસ્ટ ટ્રેક પર ચલાવવામાં આવી

23 કલાકમાં 392 લેપ પૂરાં કર્યાં
ઇલેક્ટ્રિક ટ્રકને કોન્ટિનેન્ટલના ઇન-હાઉસ ટેસ્ટ સેન્ટર, કોન્ટિડ્રોમમાં 2.8 કિમી લાંબા, ઓવલ ટેસ્ટ ટ્રેક પર ચલાવવામાં આવી હતી. બે ડ્રાઇવર્સે આ ઇ-ટ્રક ચલાવી અને 23 કલાકમાં 392 લેપ પૂરાં કર્યાં. ટ્રકની એવરેજ સ્પીડ કલાક દીઠ 50 કિમી હતી. આ ઇ-ટ્રક દરરોજ લગભગ 300 કિમીનું અંતર કાપી શકે છે.

ટ્રકમાં કલાક દીઠ 680 કિલોવોટની બેટરી કેપેસિટી
ટ્રકમાં કલાક દીઠ 680 કિલોવોટની બેટરી કેપેસિટી

ઇલેક્ટ્રિક ટ્રકમાં 680 કિલોવોટ/કલાકની બેટરી કેપેસિટી
DPD સ્વિટ્ઝર્લેન્ડના સ્ટ્રેટેજી અને ઇનોવેશન ડાયરેક્ટર માર્ક ફ્રેંકે જણાવ્યું કે કંપની પ્રારંભિક લેવલમાં ઇલેક્ટ્રિક મોબિલિટીમાં રોકાણ કરવાનો નિર્ણય લઈ રહી છે. ફ્યુચરિકમ બ્રાંડ પર કામ કરનારી કંપની ડિઝાઇન વર્ક પ્રોડક્ટ્સ AGના CEO એડ્રિયન મેલિગરે જણાવ્યું કે, આ ઇલેક્ટ્રિક ટ્રકમાં કલાક દીઠ 680 કિલોવોટની બેટરી કેપેસિટી છે, જે યુરોપની સૌથી મોટી ટ્રક બેટરી છે. 19 ટન વજન ધરાવતી આ ટ્રકમાં 680 hp કરતાં વધુ પાવર મળે છે.

અન્ય સમાચારો પણ છે...