તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટાટાએ આ વર્ષની શરૂઆતમાં અલ્ટ્રોઝના લોન્ચિંગ સાથે પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં એન્ટ્રી કરી હતી. અલ્ટ્રોઝની કિંમત 5.29 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેને બે એન્જિન અને પાંચ ટ્રિમ્સ સાથે રજૂ કરવામાં આવી હતી. જો અત્યારે કોઈ ગ્રાહક આ કાર ખરીદવા માગે તો તે કંપનીના ડિજિટલ પ્લેટફોર્મ Click to Drive અથવા સિલેક્ટેડ ડીલરશિપ માધ્યમથી આ કાર બુક કરી શકે છે.
એન્જિન ડિટેલ્સ
અલ્ટ્રોઝમાં BS6 અનુરૂપ પેટ્રોલ અને ડીઝલનો ઓપ્શન આપવામાં આવ્યો છે, જેના પેટ્રોલ વેરિઅન્ટમાં 1.2 લિટર 3 સિલિન્ડરયુક્ત નેચરલી એસ્પિરેટેડ યૂનિટ મળે છે, જે 86hp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે ડીઝસ 1.5 લિટર 4 સિલિન્ડરયુક્ત ટર્બો ડીઝલ યૂનિટથી સજ્જ છે, જે 90hpપાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ કરવામાં આવ્યું છે.
એવરેજ
અલ્ટ્રોઝ પેટ્રોલ એન્જિનની એવરેજ ARAI દ્વારા 19.05 કિમી પર રેટ કરવામાં આવી છે, જ્યારે તેનું ડીઝલ એન્જિન 25.11 કિમીની એવરેજ આપે છે. એટલે કે અલ્ટ્રોઝ તેના સેગમેન્ટમાં અન્ય ડીઝલ ગાડીઓ કરતાં વધારે એવરેજ આપે છે. તેમજ, આ કાર ભારતમાં હ્યુન્ડાઇ i20, મારુતિ સુઝુકી બલેનો, ટોયોટા ગ્લેન્ઝા અને હોન્ડા જેઝ જેવી ગાડીઓને ટક્કર આપે છે. ટાટા અલ્ટ્રોઝ ભારતની એકમાત્ર એવી કાર છે જેને NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. આ કારને કંપનીએ 5 ટ્રિમ XE, XM, XT, XA અને XZ(O)માં લોન્ચ કરવામાં આવી છે.
ફીચર્સ
અલ્ટ્રોઝના બેઝ વેરિઅન્ટ XEમાં સેફ્ટી કિટ સાથે ABS સાથે EBD, ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, રિઅર પાર્કિંગ સેન્સર્સ અને સેન્ટ્ર લોકિંગ જેવાં ફીચર્સ મળે છે. તેમજ, તેના મેન્યુઅલ વર્ઝનમાં બે ડ્રાઇવ મોડ સિટી અને ઇકોનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. તેમજ, તેના Rythm ઓપ્શન પેકમાં 3.5 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ચાર સ્પીકર્સ અને યુઅલ ટોન હોર્ન સાથે ફોલ્ડેબલ ચાવી પણ મળશે. તેના માટે ગ્રાહકે 25,000 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.