• Gujarati News
 • Utility
 • Automobile
 • The Country's Cheapest And Largest Second Hand Car Market, A ₹ 5 Lakh Maruti Car Will Be Available Here For ₹ 50 Thousand

ઓટો બાઇંગ ગાઇડ:દેશનું સસ્તું અને મોટું સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ, અહીં ₹5 લાખની મારુતિની ગાડી ₹50 હજારમાં મળી જશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોવિડ-19 રોગચાળા દરમિયાન મોટાભાગના લોકો તેમના પર્સનલ વ્હીકલમાં ટ્રાવેલ કરવાનું વધારે પસંદ કરે છે અને આ જ કારણ છે કે છેલ્લાં 2 મહિનાથી ઓટો સેલ્સ પણ ઝડપથી વધી રહ્યું છે. જે લોકોનું બજેટ ઓછું છે તેઓ સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છે. દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઈ જેવા મહાનગરો ઉપરાંત દેશમાં સેકન્ડ હેન્ડ ગાડીઓનું મોટું માર્કેટ છે. જો કે, દિલ્હીના કારોલ બાગમાં આવેલા માર્કેટમાં બહુ સસ્તી મળી જાય છે.

દિલ્હીના કરોલ બાગના માર્કેટમાં તમે સેકન્ડ હેન્ડ મારુતિ વેગનઆરને ફક્ત 50 થી 60 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. જો કે, આ મોડેલો 10 વર્ષ સુધી જૂનાં હોઈ શકે છે. નવી વેગનઆરની એક્સ શો રૂમ કિંમત 4.45 લાખથી શરૂ થાય છે. તેમજ, ઓનરોડ તેની કિંમત લગભગ 5.50 લાખ રૂપિયા સુધી થઈ જાય છે.

દિલ્હીમાં અહીં સેકન્ડ હેન્ડ કાર માર્કેટ

 • દિલ્હીની જેમ જ તમને ઘણી જગ્યાએ સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચાતી દેખાશે. ઘણા ડીલર્સ રસ્તા પર આ ગાડીઓ પર સેલનું બોર્ડ લગાવીને વેચે છે. તેમજ, ઘણા ડીલર્સે સેકન્ડ હેન્ડ કારના શો રૂમ ખોલી નાખ્યા છે. આ બધાની સાથે, સેકન્ડ હેન્ડ ગાડીઓનું સૌથી મોટું માર્કેટ કારોલ બાગ ખાતે છે. જે જલ બોર્ડની પાસે છે. મારુતિથી મહિન્દ્રા, ફોર્ડ, હ્યુન્ડાઇ, ફોક્સવેગન સુધીની ઘણી બ્રાન્ડેડ ગાડીઓ છે.
 • દેખાવમાં આ ગાડીઓની કન્ડિશન સારી હોય છે. એટલે કે, તેની પર કોઇપણ પ્રકારનો ડેન્ટ નથી હોતો અને તે ચમકતી દેખાતી હોય છે. જો ગાડી પર કોઈપણ પ્રકારનો ડેન્ટ અથવા અન્ય નિશાન હોય તો તેને ઠીક કરી નાખવામાં આવે છે. કારનું મોડેલ જેટલું જૂનું હશે તેટલી તેની કિંમત ઓછી હશે. દા.ત. વર્ષ 2005 મોડેલવાળી મારુતિ વેગનઆરને 50 હજારમાં ખરીદી શકાય છે.
 • દિલ્હીમાં 15 વર્ષ જૂની કાર ચલાવવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં લોકો આવી જૂની કારો ખૂબ સસ્તામાં વેચે છે. વાતમાં આ ગાડીઓ દિલ્હીની બહાર વેચાય છે. ઘણા રાજ્યોમાં 20 વર્ષ સુધી કાર ચલાવવાની પરમિશન છે. જો કે, RTO દ્વારા શરૂઆતમાં કારનું રજિસ્ટ્રેશન 15 વર્ષ માટે કરવામાં આવે છે. ત્યારબાદ સ્થિતિને જોતા કારને 5 વર્ષ માટે રિન્યૂ કરવામાં આવે છે.

કારને ફાઇનાન્સ કરવાની સુવિધા પણ હશે
સેકન્ડ હેન્ડ કાર માર્કેટના ડીલર SSS G કાર બાઇક અને પ્રોપર્ટીએ જણાવ્યું કે, સેકન્ડ હેન્ડ ગાડીઓ અહીંથી 50થી 60 હજાર રૂપિયા સુધીમાં મળવાની શરૂ થઈ જાય છે. ગ્રાહકો કારની કિંમતની સંપૂર્ણ રકમ ફાઇનાન્સ પણ કરી શકે છે. આ માટે તેમણે કેટલાક મહત્ત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ્સ પણ આપવાના રહેશે. આ કારની સાથે તેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટના આધારે તમે કારની લાઇફ, એન્જિન, કારનો રંગ જેવી મહત્ત્વપૂર્ણ બાબતો પણ જાણી શકો છો. જો તમે ઇચ્છતા હોવ તો તમે સંપૂર્ણ રકમ રોકડ આપીને પણ કાર ખરીદી શકો છો.

સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

 • જો તમે આ અથવા આ માર્કેટ જેવા કોઈપણ માર્કેટમાંથી સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા હો તો કારની કિંમત વિશે ડીલર્સ સાથે ભાવતાલ કરો. જો શક્ય હોય તો માર્કેટમાં અન્ય દુકાનોની મુલાકાત લો. તમને એક જ કાર અલગ-અલગ ભાવમાં મળી શકે છે.
 • તમે જે કાર ફાઇનલ કરવા જઈ રહ્યા હો તેના એક્સટિરિયર અને ઇન્ટિરિયરને ચેક કરો. કારમાં કોઈ ડેન્ટ તો નથી એ ચેક કરો. ચારેય ટાયર સાથે સ્ટેપની સંપૂર્ણ છે કે નહીં એ ચકાસો. કાર સાથે જેક છે નહીં અને બેટરી ચેક કરવાનું ભૂલશો નહીં.
 • કારની ડીલ ફાઇનલ કરતાં પહેલાં તેની લોન્ગ ટેસ્ટ ડ્રાઇવ લો. વિવિધ રસ્તાઓ અને સ્પીડ અનુસાર ટેસ્ટ કરો. શક્ય હોય તો 50 કિલોમીટર સુધી ટેસ્ટ ડ્રાઇવ કરો. કારનું એન્જિન ચેક કરવા કાર ચલાવવી જરૂરી છે.
 • કાર સાથે સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો પૂછો. આમાં કારની સર્વિસ રેકોર્ડ, નોંધણી, વીમો શામેલ છે. આ બધા દસ્તાવેજોની મૂળ નકલ લો. કાર ખરીદ્યા પછી, ડીલરોને તેના બિલ માટે પૂછો.
 • કાર સંબંધિત તમામ ઇમ્પોર્ટન્ટ ડોક્યૂમેન્ટ્સ માગો. તેમાં કારનો સર્વિસ રેકોર્ડ, રજિસ્ટ્રેશન અને ઇન્શ્યોરન્સ સામેલ છે. આ દરેક ડોક્યૂમેન્ટ્સની ઓરિજિનલ કોપી જ લો. કાર ખરીદ્યા બાદ ડીલર્સ પાસે તેનું બિલ ચોક્કસપણે માગો.
 • જો તમને કાર અને તેના મહત્ત્વપૂર્ણ પાર્ટ્સ વિશે નોલેજ ન હોય તો કોઈ કાર એક્સપર્ટ અથવા મિકેનિકને સાથે લઇને જાઓ. જે કાર ચમકતી લાગે તો જરૂરી નથી કે તે ગાડી ચાલવામાં યોગ્ય હોય.

નોંધ: આ સમાચારમાં દિલ્હીના કરોલ બાગના સેકન્ડ હેન્ડ માર્કેટ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં દુકાન પ્રમાણે કારની કિંમત વધુ કે ઓછી હોઈ શકે છે.