રિપોર્ટ:જાન્યુઆરીથી કાર સહિત અન્ય વાહનોની કિંમત વધી જશે, કારણ ઇનપુટ અને કોમોડિટીની કિંમતમાં વધારો થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેસેન્જર વ્હીકલ્સના હોલસેલમાં વાર્ષિક આધારે 14% સુધીનો ઘટાડો થઈ શકે છે
  • ટ્રેક્ટર સેગમેન્ટનું નાણાકીય વર્ષ 2021માં અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન રહ્યું છે

ભારતની ઓટોમોબાઈલ કંપનીઓએ વેચાણ અને આવકમાં સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરતાં પહેલાં એક લાંબી જર્ની કરવી પડશે. જ્યાં વર્તમાન નાણાકીય વર્ષના બાકીના મહિનામાં મુસાફરોના વાહનોની માગ ઓછી રહેવાની ધારણા છે, ત્યારે ઉત્પાદકો પણ ઇનપુટ અને કોમોડિટીના ભાવમાં થયેલા વધારાની ભરપાઈ કરવા માટે કિંમતમાં વધારો કરશે તેવી અપેક્ષા છે.

નાણાકીય વર્ષ 2021માં લગભગ દરેક સેગમેન્ટમાં ઘટાડો થશે
કેર રેટિંગ્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ કારણોસર પેસેન્જર વ્હીકલ્સના હોલસેલમાં વાર્ષિક ધોરણે 14%નો ઘટાડો થઈ શકે છે. અન્ય ઓટોમોબાઈલ સેગમેન્ટમાં 2 વ્હીલ વાહનોના હોલસેલમાં 18 ટકા, 3 વ્હીલ વાહનોમાં 73% અને નાણાકીય વર્ષ 2021માં કોમર્શિયલ વ્હીકલ્સમાં હોલસેલમાં 30%નો ઘટાડો નોંધાઇ શકે છે.

ટ્રેક્ટર સેગમેન્ટે સૌથી સારું પ્રદર્શન કર્યું
બીજીબાજુ, નાણાકીય વર્ષ 2021માં ટ્રેક્ટર સેગમેન્ટમાં અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન રહ્યું છે કારણ કે, આ વર્ષે આ કૃષિ મશીનરી માટે સાનુકૂળ ગ્રામીણ અર્થતંત્રની માગ વધી છે. ડોમેસ્ટિક હોલસેલ 2020 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે ઘટવાની અને માર્ચ 2021થી તેજી આવવાની સંભાવના છે. અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2021માં ટ્રેકટરોના ડોમેસ્ટિક હોલસેલમાં 16 ટકાનો વધારો થશે.

સૌથી વધારે નુકસાન પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં
જો કે, એ નોંધવું જોઇએ કે દેશની આર્થિક પ્રવૃત્તિઓ સાથે તેમના ઊંચા સંપર્કોને લીધે કોમર્શિયલ વ્હીકલમાં ઘટાડો નોંધાવનારું પહેલું અને રિકવરી નોંધાવનારું છેલ્લું સેગમેન્ટ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નજીકના ભવિષ્યમાં કોવિડ-19 વેક્સિનનું ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટેશન કોમર્શિયલ વ્હીકલ માટે નવી માગ ઉમેરવાનું કામ કરશે.

ઓટો સેક્ટર સાથે ઘણા ઉદ્યોગો જોડાયેલા છે
ઓટોમોટિવ સેક્ટરની વૃદ્ધિ હાંસલ કરવી મહત્ત્વપૂર્ણ છે કારણ કે, તેમાં ઘણા ઉદ્યોગો જોડાયેલા છે. વાહનોનાં મેન્યુફેક્ચરિંગ માટે સ્ટીલ, આયર્ન, એલ્યુમિનિયમ, પેઇન્ટ, પ્લાસ્ટિક, ગ્લાસ, ચામડા, ઇલેક્ટ્રોનિક્સ, રબર વગેરેની જરૂર પડે છે. આ ક્ષેત્રમાં ઓટોમોબાઈલ ફાઇનાન્સિંગ રૂપમાં બેંકિંગ/NBFC ઉદ્યોગનું નોંધપાત્ર યોગદાન છે, જે રિટેલ લોનના સૌથી સામાન્ય સ્વરૂપમાંથી એક છે.

સેક્ટરમાં લગભગ 2,300 કરોડ રૂપિયાનું નુકસાન થયું
આ સેક્ટર જાહેરાત સહિત તેલ અને ગેસના મુખ્ય એન્ડ યુઝર્સ વચ્ચે સૌથી વધુ ખર્ચ કરનારાઓમાંનું એક છે. સમગ્ર ભારતીય અર્થવ્યવસ્થામાં હાજર ઓટોમોટિવ સેક્ટરની વિશાળ વેલ્યૂ ચેન ભારતના મેન્યુફેક્ચરિંગ GDPમાં લગભગ 40% ફાળો આપે છે.

તેથી, આ સેક્ટરમાં જોબ ક્રિએશન સાથે સર્વાંગી વિકાસ અને સમુદાય વિકાસ લાવવાની સંભાવના છે. આ દરમિયાન, ઓટોમોબાઈલ OEM, ડીલર્સ અને આસિસ્ટન્ટ કંપનીઓને દરરોજ 2,300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને લોકડાઉન દરમિયાન લગભગ 3.5 લાખ લોકો બેરોજગાર થયા હતા.