તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બજાજ ઓટો નાણાકીય વર્ષ 2022ના બીજા ભાગમાં પોતાનું પહેલું ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર લોન્ચ કરશે. પેસેન્જર થ્રી-વ્હીલર સેગમેન્ટમાં કંપની માર્કેટ લીડર છે, જેને ઓટો રિક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે. બજાજે અગાઉ તેને વર્ષ 2019માં લોન્ચ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેને પોસ્ટપોન કરવામાં આવ્યો. ત્યારબાદ જાન્યુઆરી 2020માં ઇલેક્ટ્રિક ચેતક લોન્ચ કરવામાં આવ્યું હતું, જે કંપનીનું ફર્સ્ટ બેટરી પાવર્ડ વ્હીકલ બની ગયું.
કોવિડને કારણે કંપનીએ લોન્ચિંગ પોસ્ટપોન કરવું પડ્યું
કંપનીનું કહેવું છે કે, અમે બે વર્ષ મોડા છીએ. કોવિડ-19 મહામારી લોન્ચિંગમાં વિલંબનું સૌથી મોટું કારણ ગણી શકાય. આ સમય દરમિયાન બેટરી સેલની અછત હતી અને લોકો ચેપ ફેલાવાના ડરથી ઓટો રીક્ષામાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા હતા. જો કે, શાળાઓ, ઓફિસ, મોલ્સ અને દુકાનો શરૂ થતાં જ થ્રી-વ્હીલર્સની માગ વધી રહી છે.
કંપની બજાજ ક્યુનું ઇલેક્ટ્રિક વર્ઝન લાવશે
કંપની ક્વોડ્રિસાઇકલ ક્યૂટ (Qute)નાં ઇલેક્ટ્રિક વર્ઝન પર પણ કામ કરી રહી છે. માર્કેટમાં ક્યૂટ પહેલેથી હાજર છે. બજાજ ઓટોના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર રાકેશ શર્માએ જણાવ્યું કે, અમે ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર થ્રી-વ્હીલર્સ અને ક્યૂટ બનાવવા માટે વિસ્તૃત રીતે કામ કરી રહ્યા છીએ. આ ઉપરાંત, કંપની આગામી નાણાકીય વર્ષના બીજા ભાગમાં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરની રેન્જ લાવશે. શર્માએ કહ્યું કે પ્રોટોટાઇપનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
બજાજ ઓટોની થ્રી-વ્હીલર સેગમેન્ટમાં 57% ભાગીદારી
નાણાકીય વર્ષ 2020 સુધીમાં બજાજ ઓટોની થ્રી-વ્હીલર સેગમેન્ટમાં 57% ભાગ હતો. ઓર્ગેનાઇઝ્ડ ઇલેક્ટ્રિક પેસેન્જર થ્રી-વ્હીલર સ્પેસમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વર્ચસ્વ છે. પિયાજિયો પણ લગભગ બે વર્ષ પહેલાં સેગમેન્ટમાં આવી હતી. લોહિયા ઓટો, કાઇનેટિક ગ્રીન અને અતુલ ઓટો ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના કેટલાક અન્ય ખેલાડીઓ છે. TVS મોટર કંપની પેટ્રોલ થ્રી-વ્હીલર જગ્યામાં બીજી મજબૂત કોમ્પિટીટર છે, જે વર્ષ 2021-22માં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સેગમેન્ટમાં એન્ટ્રી કરશે. ચાઇનાથી ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ આયાત કરનારા અસંગઠિત ખેલાડીઓની મોટી હાજરીને કારણે ભારતમાં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સની ચોક્કસ માર્કેટ સાઇઝ જાણી શકાતી નથી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.