વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર બનાવનારી ઓટોમોબાઇલ કંપની ટેસ્લાએ વર્ષના બીજા ક્વાર્ટરમાં 2,00,000 વાહનોની ડિલિવરી કરી છે. ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ બીજા ક્વાર્ટરમાં 2,06,421 ગાડીઓનું ઉત્પાદન કર્યું હતું, જેમાંથી તેણે 2,01,250 ગાડીઓનું વેચાણ કર્યું હતું. કંપનીએ કહ્યું કે, ગ્લોબલ સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ ચેલેન્જિસ હોવા છતાં અમારી ટીમ્સે સરસ કામગીરી બજાવી છે.
ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતાં કહ્યું કે, ઘણા પડકારો હોવા છતાં અમારી ટીમે બીજા ક્વાર્ટરમાં 2,00,000થી વધુ કાર બનાવી અને વેચી. આ માટે આખી ટીમને પ્રશંસા મળી. છેલ્લાં ક્વાર્ટર દરમિયાન ટેસ્લાએ વૈશ્વિક સ્તરે 1,85,000 ગાડીઓ પહોંચાડી, જે એક નવો રેકોર્ડ પણ હતો.
ભારતમાં પણ ટેસ્લાની એન્ટ્રી થઈ ગઈ
ટેસ્લાએ જાન્યુઆરીમાં પણ ભારતમાં પ્રવેશ કર્યો છે. અગાઉ એવો રિપોર્ટ પણ આવ્યો હતો કે, કંપની જૂન સુધીમાં દેશમાં ટેસ્લા મોડેલ 3 લોન્ચ કરશે. જો કે, COVID-19 રોગચાળાને લીધે આ કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે. ટેસ્લાની મોડેલ 3 કારને 14 વર્ષ પહેલાં અમેરિકામાં લોન્ચ કરવામાં આવી હતી. ત્યાં તેની કિંમત 54,990 એટલે કે લગભગ 40 લાખ રૂપિયા છે. પરંતુ ભારતમાં તેની કિંમત વધારે હોઈ શકે છે.
ઇલેક્ટ્રિક કાર આવી શકે છે
સરકારે કહ્યું કે, વર્ષ 2030 સુધીમાં દેશમાં વેચાયેલી 40% ગાડીઓ ઇલેક્ટ્રિક હોવી જોઈએ. જો કે, અત્યારની જે ગતિ છે તે અનુસાર વર્ષ 2030 સુધીમાં ફક્ત 1% ઇલેક્ટ્રિક કાર હશે. સોસાયટી ઓફ ઇન્ડિયન મેન્યુફેક્ચરર્સ અસોસિએશન (SIAM)ના જણાવ્યા અનુસાર, દેશમાં વર્ષ 2020માં ફક્ત 3,400 ઇલેક્ટ્રિક કાર વેચાઇ હતી, જે 2019ની તુલનામાં 5% ઓછી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.