મારુતિ સુઝુકીનો પ્રોફિટ બે ગણો વધ્યો:કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.65 લાખ કાર વેચી, કમાણી 2,351 કરોડ રુપિયાએ પહોંચી

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની સૌથી મોટી કાર બનાવનારી કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (Maruti Suzuki)નું નેટ પ્રોફિટ છેલ્લા 3 મહિનામાં બે ગણા કરતા પણ વધ્યું છે. કંપનીએ મંગળવારનાં રોજ ડિસેમ્બર 2022 (Q3 નાણાકીય વર્ષ 23)ના પરિણામો જાહેર કર્યા. તેમાં જણાવવામાં આવ્યુ છે કે, ગયા વર્ષનાં ક્વાર્ટરમાં કંપનીને 2,351 કરોડ રુપિયાનો નેટ પ્રોફિટ થયો. તે એક વર્ષ પહેલાનાં ડિસેમ્બર ક્વાર્ટર (Q3 નાણાકીય વર્ષ 23)માં થયેલા 1,011 કરોડ રુપિયાના નેટ પ્રોફિટના મુકાબલે બે ગણાથી પણ વધુ છે.

કંપનીએ વર્ષ 2022માં 19.40 લાખ ગાડીઓ વેચી
મારુતિએ વર્ષ 2022માં કુલ વેચાણનાં ઉચ્ચતમ સ્તરને વટાવી દીધો છે. કંપની વર્તમાન સમયમાં 19,40,067 ગાડીઓનું વેચાણ કરી ચૂકી છે. બીજી તરફ એક્સપોર્ટ પણ રેકોર્ડ લેવલ 2,63,068 યૂનિટ પર પહોંચી ગયુ છે. કમ્યૂલેટિવ પ્રોડક્શન પણ આ સમય દરમિયાન 2.5 કરોડનાં રેકોર્ડ લેવલ પર પહોંચી ગયુ હોય. સેલ્સ નેટવર્ક 3,500 આઉટલેટ સુધી પહોંચ્યું.

કંપનીનાં શેરોની સ્થિતિ
મંગળવારની બપોરે BSE પર મારુતિ સુઝુકીનાં શેર 2%થી વધુ એટલે કે 8595 રુપિયા પર બિઝનેસ કરી રહ્યા હતા. એક વર્ષનાં સમયકાળમાં ઓટો સ્ટોક 7% કરતાં પણ વધી ગયો. છેલ્લા એક મહિનામાં આ શેર 5% ઉપર ચડ્યો.