તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોકેસ:કંપનીએ થાઇલેન્ડમાં હોન્ડા સિટીનું હેચબેક વર્ઝન લોન્ચ કર્યું, પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં આવશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેચબેકને 3 વેરિઅન્ટ S+, SV અને RSમાં રજૂ કરવામાં આવશે
  • તેને ટૂંક સમયમાં ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે

હોન્ડાએ તેની પોપ્યુલર હોન્ડા સિટીના ઓલ ન્યૂ વેરિઅન્ટને થાઇલેન્ડમાં શોકેસ કરી છે. એટલે કે આ કારને પહેલા અહીં વેચવામાં આવશે. કંપનીએ આ કારનું હેચબેક વર્ઝન લાંબા સમય બાદ માર્કેટમાં ઉતાર્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેને ટૂંક સમયમાં જ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. જો કે, કંપનીએ આ વિશે કોઈ જાણકારી નથી આપી.

ન્યૂ હોન્ડા સિટીનું એન્જિન

નવી હોન્ડા સિટીમાં BS6 કમ્પ્લાયન્ટ પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શન મળશે. તેમાં VTC (વેરિયેબલ વાલ્વ ટાઇમિંગ કન્ટ્રોલ) સાથે નવું 1.5 લિટર i-VTEC DOHC પેટ્રોલ એન્જિન મળશે, જે 121 PS પાવર અને 145Nm ટોર્ક જનરેટ કરશે. તેને નવાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 7 સ્પીડ CVTથી સજ્જ કરવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિન 17.8km/l અને CVT 18.4 km/l એવરેજ આપશે.

ડીઝલ એન્જિન 1.5 લિટર i-DTEC યૂનિટ હશે અને તે 100 PS પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરશે. આ 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવશે. ડીઝલ એન્જિનમાં નવી હોન્ડા સિટીની ફ્યુલ એફિશિયન્સી 24.1km/l હશે.

ફીચર્સ અને સ્પેસિફિકેશન

ઓલ ન્યૂ સિટી હેચબેકને ત્રણ વેરિઅન્ટ S+, SV અને RSમાં રજૂ કરવામાં આવશે. નવું મોડેલ દેખાવમાં સિડેન જેવું જ લાગશે. તેમાં મોટું ગ્રીન હાઉસ એરિયા, સ્પોર્ટી રિઅર બંપર, રિડિઝાઇન ટેલલેમ્પ સાથે 8 ઇઁચ સ્ક્રીનવાળું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી સાથે આવશે.

કારમાં સિક્યોરિટી માટે 6 એરબેગ, સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક, ઇમરજન્સી અલાર્મ સિસ્ટમ, કોર્નરિંગ વ્હીકલ સ્ટેબિલિટી આસિસ્ટ સાથે બેલેન્સ કન્ટ્રોલ સિસ્ટમ મળશે. ભારતમાં 5th જનરેશન હોન્ડા સિટી સારું પર્ફોર્મ કરી રહી છે. ભારતમાં તેને બે વેરિઅન્ટમાં જ વેચવામાં આવી રહ્યું છે, જેની પ્રારંભિક કિંમત 9.30 લાખ રૂપિયા છે.

અત્યારે કંપનીએ થાઇલેન્ડમાં રજૂ કરવામાં આવેલી હોન્ડા સિટીના ન્યૂ વેરિઅન્ટની કિંમત જાહેર નથી કરી. માનવામાં આવી રહ્યું છે કે તેની કિંમત કરન્ટ વેરિઅન્ટની આસપાસ જ હશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો