તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:કંપનીએ 7, 8 અને 9 સીટર ઓપ્શનમાં અત્યાર સુધીની સૌથી સસ્તી સ્કોર્પિયો લોન્ચ કરી, કિંમત 11.67 લાખ રૂપિયા

20 દિવસ પહેલા

મહિન્દ્રાએ ઇન્ડિયન માર્કેટમાં સ્કોર્પિયોના નવું વેરિઅન્ટ S3+ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ સ્કોર્પિયોનું સૌથી સસ્તું વેરિઅન્ટ પણ છે. તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 11.67 લાખ રૂપિયા છે. તમે સ્કોર્પિયોને વિવિધ સિટીંગ ઓપ્શન્સમાં ખરીદી શકશો. આ વેરિઅન્ટમાં 7 સીટર, 8 સીટર અને 9 સીટર ઓપ્શન્સ અવેલેબલ છે.

સ્કોર્પિયોના S5, S7, S9 અને S11 વેરિઅન્ટ પહેલેથી માર્કેટમાં અવેલેબલ હતાં. તેમની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમતો 12.67 લાખથી 16.52 લાખ સુધીની છે.

એન્જિન ડિટેલ્સ
સ્કોર્પિયોના નવાં વેરિઅન્ટમાં 2.2 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 120bhp પાવર અને 280Nm ટોર્ક જનરેટ કરે છે. જો કે, પાવરની દૃષ્ટિએ તે અન્ય વેરિઅન્ટ્સ કરતાં થોડું ઓછું પાવરફુલ છે. સ્કોર્પિયોના બીજા વેરિઅન્ટ્સનું એન્જિન 138bhp પાવર અને 320Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સમાં જોડવામાં આવ્યું છે.

સ્કોર્પિયો S3+નાં ફીચર્સ
સ્કોર્પિયો S3+ના બેઝ વેરિયન્ટમાં બ્લેક ગ્રિલ, સાઇડ ક્લેડીંગ, ટિલ્ટ એડજસ્ટ સ્ટીયરિંગ, ફેબ્રિક અપહોલ્સ્ટ્રી, પાવર આઉટલેટ્સ, રિઅર પાર્કિંગ સેન્સર, 17 ઇંચ સ્ટીલ વ્હીલ્સ, સાઇડ ઇન્ટ્રુજન બીમ, ડ્યુઅલ એરબેગ્સ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ જેવાં ફીચર્સ મળશે. તેના લુક અને ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.

કિંમત ઘટાડવા માટે કંપનીએ આમાંથી ઘણાં ફીચર્સ રિમૂવ કરી દીધા છે. તેમાં સાઇડ અને પાછળની બાજુના ફૂટ સ્ટેપ્સ, રિઅર ડેમિસ્ટર, ઓટો ડોર લેક, વન ટચ લેન ઇન્ડિકેટર, સેન્ટ્રલ લોકિંગ, બોટલ અને કપહોલ્ડર અને સેન્ટ્રલ લેમ્પ જેવાં ફીચર્સ નહીં મળે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો