દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ આજથી એટલે કે 16 જાન્યુઆરીથી કારની કિંમતોમાં ધરખમ વધારો કર્યો છે. કંપનીએ તમામ મોડલની એક્સ-શોરૂમ કિંમતમાં 1.1%નો વધારો કર્યો છે. જો કે આ વધારો વેરિયન્ટ અને મોડલ પ્રમાણે છે, એટલે કે તમામ વાહનોની કિંમત અલગ-અલગ વધારવામાં આવી છે.
કયા મોડલની કિંમતમાં કેટલો વધારો થશે તે અંગે કંપનીએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. કંપનીના જણાવ્યા અનુસાર ઈનપુટ ભાવમાં વધારાને કારણે વાહનોની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
અર્ટિગાની કિંમતમાં 9 હજારથી વધુનો ભાવ વધારો
દિલ્હીમાં અલ્ટોના બેઝ મોડલની એક્સ-શોરૂમ કિંમત 3,729 રૂપિયાનો વધારો થઈ શકે છે. તો બીજી તરફ અર્ટિગાના બેઝ મોડલની એક્સ-શોરૂમ કિંમતમાં 9,251 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
કંપનીએ ડિસેમ્બરમાં લગભગ 1.16 લાખ વાહનોનું વેચાણ કર્યું
મારુતિ સુઝુકીએ ડિસેમ્બર 2022 માટે તેના વેચાણના આંકડા હાલમાં જાહેર કર્યા હતા. ડિસેમ્બર મહિનામાં કંપનીએ કુલ 1,16,662 યુનિટ્સનું વેચાણ કર્યું છે. તો અગાઉ નવેમ્બરમાં કંપનીએ કુલ 1,59,044 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.
કંપનીએ લોન્ચ કરી જિમ્ની
ઓટો એક્સપોમાં મારુતિએ તેની ઓફ રોડર એસયુવી જિમ્ની લોન્ચ કરી હતી. જિમ્ની નું 4 વ્હીલ ડ્રાઇવ અને 5 ડોર વર્ઝન ભારતમાં લાવવામાં આવ્યું છે. મારુતિએ જિમ્નીનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. કંપની આ કારનું વેચાણ પ્રીમિયમ ડીલરશિપ નેક્સા દ્વારા કરશે. તો ગ્રાહક તેને 11,000 રૂપિયા ચૂકવીને બુકિંગ કરાવી શકે છે. મારુતિનું કહેવું છે કે જિમ્ની આ વર્ષના રસ્તાઓ પર દોડતી જોવા મળશે.
મારુતિની પ્રીમિયમ SUV ફ્રોન્ક્સ પણ લોન્ચ કરવામાં આવી
એક્સ્પોમાં મારુતિએ તેની પ્રીમિયમ SUV પણ લોન્ચ કરી છે. યુવા વર્ગને ધ્યાનમાં રાખીને તેને 1.2 લીટર પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમાં આપવામાં આવેલા ફીચર્સ આ SUV ગ્રાહકોની લાઈફસ્ટાઈલને બદલી દે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.