બંધ / રોયલ એન્ફિલ્ડની 500cc સેક્શનની બાઇક્સ બંધ, કંપનીએ થંડરબર્ડ 500 અને બુલેટ 500ને બુકિંગ સેક્શનમાંથી કાઢી નાખી

the company eliminates the Thunderbird 500 and Bullet 500 from the booking section

Divyabhaskar.com

Jan 11, 2020, 04:11 PM IST

ઓટો ડેસ્કઃ રોયલ એન્ફિલ્ડની અપડેટેડ ક્લાસિક અને થંડરબર્ડ અનેકવાર ભારતીય સડકો પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી ચૂકી છે. નવી બાઇક્સના એન્જિનને લઇને ચર્ચા હતી કે આ બાઇરક્સને કરન્ટ મોડેલની જેમ જ 350cc અને 500cc એન્જિન ઓપ્શન તરીકે ઉપલબ્ધ કરવામાં આવશે કે નહીં. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, કંપની તેના 500cc પ્લેટફોર્મને બંધ કરવા જઈ રહી છે.

રિપોર્ટ અનુસાર, રોયલ એન્ફિલ્ડ તેના 500cc સિંગલ સિલિન્ડર એન્જિનને બંધ કરી દેશે, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર થંડર બર્ડ 500 અને બુલેટ 500ને કંપનીના બુકિંગ સેક્શનમાંથી કાઢી નાખવામાં આવી છે. તેમજ, કેટલાક ડીલર્સે પણ એ વાતની પુષ્ટિ કરી છે કે કંપનીએ 500ccના તમામ મોડેલ્સનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. જો કે, કરન્ટ સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા આ બાઇક્સનું બુકિંગ કરાવી શકાશે.

નેક્સ્ટ જનરેશન થંડરબર્ડ ગણીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી ચૂકી છે, જેમાં નવી રિઅર એન્ડ ડિઝાઇન, સાઇડ પેનલ સહિત એક ફ્લેટર હેન્ડલબાર, સિંગલ પોડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે તેની સ્ટાઇલમાં ફેરફાર જોવા મળશે. નવી થંડરબર્ડમાં Y શેપના સ્પોક નવા એલોય વ્હીલ્સ આપવામાં આવશે. જે કરન્ટ મોડેલમાં સ્ટ્રેટ મળે છે.

X
the company eliminates the Thunderbird 500 and Bullet 500 from the booking section

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી