કંપનીએ લોન્ચિંગ પહેલાં મહિન્દ્રા બોલેરોની કિંમત જાહેર કરી, પ્રારંભિક કિંમત 7.98 લાખ રૂપિયા

The company announced the Mahindra Bolero price before launch, starting at Rs 7.98 lakh
The company announced the Mahindra Bolero price before launch, starting at Rs 7.98 lakh
X
The company announced the Mahindra Bolero price before launch, starting at Rs 7.98 lakh
The company announced the Mahindra Bolero price before launch, starting at Rs 7.98 lakh

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 08:31 PM IST

ઓટો ડેસ્કઃ મહિન્દ્રા તેની લોકપ્રિય SUV બોલેરોને નવા અવતારમાં લાવી રહી છે. કંપનીએ મહિન્દ્રા બોલેરો ફેસલિફ્ટની કિંમત જાહેર કરી છે. BS6 મહિન્દ્રા બોલેરોની પ્રારંભિક કિંમત 7.98 લાખ રૂપિયા છે. આ કિંમત SUVના BS4 વેરિએન્ટ જેટલી જ છે. જો કે, આગામી મહિનાઓમાં તેની કિંમતમાં આશરે 70 હજાર રૂપિયાનો વધારો થવાની ધારણા છે.

વેરિઅન્ટ અને કિંમત

મહિન્દ્રા બોલેરો ફેસલિફ્ટ ત્રણ વેરિઅન્ટ B4, B6 અને B6(O)માં આવશે. તેની કિંમત અનુક્રમે 7.98 લાખ રૂપિયા, 8.64 લાખ રૂપિયા અને 8.99 લાખ રૂપિયા છે.

નવી સ્ટાઇલિંગ

મહિન્દ્રાની ડીલરશિપ પર આશરે બે અઠવાડિયાં પહેલેથી જ બોલેરોનો સ્ટોક પહોંચી ગયો છે, જ્યાંથી આ ગાડીની કેટલીક તસવીરો લીક થઈ હતી. અપડેટેટ બોલેરોના લુકમાં સૌથી વધુ ફેરફાર તેના ફ્રંટમાં થયો છે. તેની નવી બ્લેક ગ્રિલ, નવા હેડલેમ્પ અને સર્ક્યુલર ફોગ લેમ્પ્સ સાથે નવી ડિઝાઇનનું બંપર સામેલ છે. આ ઉપરાંત, તેમાં નવા બોડી ગ્રાફિક્સ, નવા ડોર હેન્ડલ, બ્લેક સાઇડ રબ સ્ટ્રીપ્સ અને ફૂટબોર્ડ, નવા વ્હીલ કવર અને ક્લિયર લેન્સ એલિમેન્ટ્સ સાથે રિવાઇઝ્ડ ટેલલેમ્પ અપડેટેડ બોલેરોને ફ્રેશ લુક આપે છે.

ઇન્ટિરિયર પણ નવું
કારનાં ઇન્ટિરિયર વિશે હજી સુધી વધારે જાણકારી સામે નથી આવી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે કારમાં નવી ડિઝાઇન સાથે ડેશબોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત, નવું સ્ટિયરિંગ પણ મળશે.

સેફ્ટી માટે ડ્યુઅલ એરબેગ્સ
સેફ્ટી માટે કારમાં ડ્યુઅલ એરબેગ્સ આપવામાં આવશે. આ ઉપરાંત, SUVમાં સ્પીડ અલર્ટ સિસ્ટમ અને એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવશે. ટ્રાન્સમિશન માટે આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી