• Gujarati News
  • Utility
  • Automobile
  • The Collector Edition Of Athar 450X Electric Will Be Launched On September 25. Equipped With High tech Features Like Google Map, The Scooter Will Run 85 Km On A Single Charge.

અપકમિંગ:અથર 450X ઇલેક્ટ્રિકની કલેક્ટર એડિશન 25 સપ્ટેમ્બરે લોન્ચ થશે, ગૂગલ મેપ જેવાં હાઇટેક ફીચર્સથી સજ્જ આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 85 કિમી ચાલશે

દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ અથર 450X આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં લોન્ચ કર્યું હતું
  • મોબાઇલ એપની મદદથી સ્કૂટર સાથે ફોન કનેક્ટ કરી શકાશે

બેંગલુરુ બેઝ્ડ અથર એનર્જી તેનાં ઇલેક્ટ્રિક સ્કૂટર અથર 450Xની કલેક્ટર એડિશન 25 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. કંપનીએ અથર 450Xને આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કર્યું હતું. તે બે વેરિઅન્ટ અથર 450X પ્લસ અને 450Xમાં આવે છે. તેનું મેન વેરિઅન્ટ બ્લેક, ગ્રીન અને વ્હાઇટ કલરમાં આવે છે. કલેક્ટર વેરિઅન્ટની કિંમત વિશે હજી ડિટેલ્સ મળી નથી.

અથર 450X વેરિઅન્ટની કિંમત

વેરિઅન્ટકિંમત
450X1.59 લાખ રૂપિયા
450X પ્લસ1.49 લાખ રૂપિયા

બેટરી અને રેંજ
અથર 450Xમાં 2.9kWનું બેટરી પેક આપવામાં આવ્યું છે. તેમાં 6kWની ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે 8bhp પાવર અને 26Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનું કહેવું છે કે, બેટરી ફુલ ચાર્જ કર્યા બાદ આ સ્કૂટર 85 કિમી સુધીનું અંતર કાપશે. તેમાં રાઇડ અને ઇકો બે ડ્રાઇવિંગ મોડ્સ છે. સ્કૂટર ઇકો મોડમાં 85 કિમી અને રાઇડ મોડમાં 75 કિમી ચાલે છે. તેની ટોપ સ્પીડ 85 કિમી/કલાક છે. તે 3.3 સેકન્ડમાં 0-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

સ્કૂટરનાં અન્ય ફીચર્સ

  • તેના ડેશબોર્ડમાં 7 ઇંચનું ટચસ્ક્રીન સ્પીડોમીટર છે. તે 1.3GHz સ્નેપડ્રેગન પ્રોસેસર ગૂગલ મેપ્સને સપોર્ટ કરે છે. મોબાઇલ એપ્લિકેશનની મદદથી તેની સાથે ફોન કનેક્ટ કરી શકાય છે.
  • તેમાં એન્ડ્રોઇડ બેઝ્ડ યુઝર ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે. તેમાં ડાર્ક મોડ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સુવિધા છે, જેથી રાઇડર મોબાઇલ પર આવતા કોલ્સ રિસીવ અને કેન્સલ કરવામાં સક્ષમ હશે.
  • તેની સાથે હોમ ચાર્જર આપવામાં આવશે. તેમજ, કંપની જ ચાર્જર ઇન્સ્ટોલેશન કરે છે. તેના ફાસ્ટ પબલિક ચાર્જરની મદદથી10 મિનિટમાં 15 કિમી જેટલું ચાર્જિંગથઈ જાય છે. તેમજ, પોર્ટેબલ ચાર્જર પણ ઉપલબ્ધ છે.
  • તેમાં 22 લિટરની બૂટ સ્પેસ, ફાઇન્ડ માય સ્કૂટર, ઓટો ટર્ન ઓફ ઇન્ડિકેટર્સ, સાઇડ સ્ટેન્ડ સેન્સર, ફ્રંટ અને રિઅરમાં ડિસ્ક બ્રેક વગેરે જેવાં એડવાન્સ ફીચર્સ પણ મળશે.
અન્ય સમાચારો પણ છે...