નેક્સ્ટ જેન હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિકનાં સ્પેસિફિકેશન જાહેર:ફૂલ ચાર્જ કરવા પર 490 કિમી કાર ચાલશે, ADAS જેવા સેફ્ટી ફીચર્સ મળશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરિયન કંપની હ્યુન્ડાઈ ઈન્ડિયા મોટરે ગઈકાલે (10 માર્ચ) પોતાની ઈલેક્ટ્રિક કાર નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઈ કોનાનાં સ્પેસિફિકેશન ઓફિશિયલી જાહેર કરી દીધા છે. 2023 હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિકને એકદમ નવુ રુપ આપવામાં આવ્યુ છે અને તેને ઈવી-ટૂ-આઈસીઈ (EV-to-ICE) પ્રોસેસમાં ડેવલોપ કરવામાં આવી છે. કંપની આ કારને ICE, હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક પાવરટ્રેન ઓપ્શનમાં લોન્ચ કરશે.

બેટરી અને રેન્જ
આ કારનાં ઈલેક્ટ્રિક વર્ઝનને બે બેટરી પેક 48.4 kWh અને 65.4 kWh વિકલ્પો સાથે બજારમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે, આ કારને એકવારમાં ફૂલ ચાર્જ કરવા પર 490 કિમીની WLTP રેન્જ મળશે. EV ક્રોસઓવરને એક સ્ટાન્ડર્ડ અને એક લોન્ગ રેન્જ મોડેલનાં રુપમાં લોન્ચ કરવામાં આવશે. આ કારમાં 12.3 ઈંચનું ડ્યુઅલ સ્ક્રિન ડેશબોર્ડ, ADAS, LED લાઈટિંગ અને એક ઈલેક્ટ્રિનિક ગિયર સિલેક્ટર જેવા ફીચર્સ મળશે.

2023 હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિકની કિંમતની જાહેરાત પછી કરવામાં આવશે
કંપનીનું કહેવુ છે કે , વર્ષ 2023 હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિક કિંમતોને જલ્દી જ ગ્લોબલ માર્કેટમાં અપડેટ કરવામાં આવશે. ભારતમાં હાજર મોડેલની કિંમત 25 લાખ (એક્સ શો-રુમ) છે. નવા 2023 મોડેલમાં મળનારી વધુ રેન્જ અને ફીચર્સને જોઈને આ કાર અમુક લાખ મોંઘી બની શકે છે. ઓટો એક્સ્પો 2023માં કંપનીએ ભારતમાં પોતાની બીજી ઈલેક્ટ્રિક કાર આયોનિક-5 લોન્ચ કરી હતી.

ડિઝાઈન અને ઈન્ટીરિયર
ન્યૂ જનરેશન કોના ઈલેક્ટ્રિકનાં ફ્રન્ટમાં રેપરાઉન્ડ ફ્રન્ટ લાઈટ બાર મળ્યુ છે. કોના EVમાં હ્યુન્ડાઈ આયોનિક 5 જેવા જ પિક્સલ ગ્રાફિક્સ એક્સટીરિયર અને શાર્પ લાઈન્સની સાથે -સાથે સ્પ્લિટ LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. કારની લેન્થ 4.355mm છે અને તે જૂની કોનાથી લગભગ 150mm લાંબી છે. વ્હીલબેઝને પણ 25mm વધારવામાં આવ્યુ છે.

ફીચર્સ
ન્યૂ જનરેશન કોના ઈલેક્ટ્રિકમાં બોસનાં 8 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, કી લેસ એન્ટ્રી, OTA અપડેટ્સ, હેડ્સ-અપ ડિસ્પ્લે, કનેક્ટેડ કાર ટેકનોલોજી અને પાવર ટેલગેટ જેવા ફીચર્સ મળે છે. જો સેફ્ટી ફીચરની વાત કરીએ તો તેમાં ADAS, બ્લાઈન્ડ સ્પોટ કલાઈઝન અવોઈડન્સ અસિસ્ટ, હાઈ બીમ અસિસ્ટ, લેન કીપિંગ અસિસ્ટ અને ફોરવર્ડ કલાઈઝન અવોઈડન્સ અસિસ્ટ સિસ્ટમ મળે છે.

ફોરવર્ડ કલાઈઝન વોર્નિંગ
ADAS ફીચર્સ અંતર્ગત કારમાં ફોરવર્ડ કલાઈઝન વોર્નિંગ સેન્સર મળશે. આ સેન્સર ગાડીને આસપાસની સ્થિતિ વિશે અનુમાન લગાવવામાં મદદ કરશે અને જો નજીકમાં કોઈ જોખમ દેખાશે તો ઓટોમેટિક ઈન્ડીકેટ કરશે. ફોરવર્ડ કલાઈઝન વોર્નિંગ તમને આગળ ચાલી રહેલી કારની નજીક પહોંચતા એલર્ટ કરશે કે, જો આ સ્પીડે ચાલ્યા તો આગળની કાર સાથે ટક્કર થઈ શકે. આ સેન્સર બંને વ્હીકલ વચ્ચેનાં અંતર અને તેની સ્પીડને કેલ્ક્યુલેટ કરે છે.

ઓટોનમસ ઈમરજન્સી બ્રેકિંગ (AEB)
ઈમરજન્સી બ્રેકિંગ એલર્ટ ત્યારે સ્ટાર્ટ થાય જ્યારે સિસ્ટમ કાર ચાલુ હોય ને કોઈ ખામી ડિટેક્ટ કરે. સામેથી કોઈ કાર આવતી હોય કે કોઈ વ્યક્તિ ચાલીને આવતું હોય તો આ સિસ્ટમ ડ્રાઈવરને એક ઓડિયો એલર્ટ ટ્રિગર કરે છે. આ એલર્ટ ટકકર થતાં અટકાવે છે અને કારને રોકવામાં મદદ કરે છે.

બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન (BSD)
લેન સ્વિચ કરતાં સમયે આ ફીચર ખૂબ જ કામમાં આવે છે. લેન સ્વિચ કરતાં સમયે આ ફીચર ORVM's પર એક ઓડિયો એલર્ટ આપે છે. તેનાથી ડ્રાઈવરને સામે આવતા વાહન વિશે ખ્યાલ આવી જાય છે.

હાઈ બીમ અસિસ્ટ (HBA)
આ ફીચર હાઈવે પર અંધારામાં કોઈપણ ગાડી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વિરુદ્ધ દિશામાં આવી રહેલા વાહનો વિશે ખ્યાલ પડતાં જ કાર ઓટોમેટિક લો બીમ પર સ્વિચ થઈ જાય છે, જેથી સામેવાળા ડ્રાઈવરને રસ્તો જોવામાં કોઈ મુશ્કેલી ન પડે. વાહન બાજુમાંથી પસાર થઈ જાય એટલે લાઈટ ફરી હાઈ બીમ પર ચાલી જાય છે.

લેન ડિપાર્ચર વોર્નિંગ (LDW)
આ ફીચર મોટાભાગે તે રસ્તાઓ અને હાઈ વે પર કામ કરશે જ્યાં લેન માર્કિંગ ક્લિયર છે. જો ડ્રાઈવર કાર ચલાવતા સમયે પોતાની લેનથી ભટકી જાય છે તો તુરંત જ આ ફીચર તેને એલર્ટ આપે છે.