સુવિધા:કારમાં પણ હવે પ્લેનની જેમ સેફ્ટી મળશે, અંદર બેસનારા દરેક પેસેન્જર માટે થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટ આપવો પડશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કારમાં ટ્રાવેલિંગ કરતી વખતે અંદર બેઠેલા તમામ મુસાફરોની સેફ્ટી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. જો કે, અત્યાર સુધી મોટાભાગની ગાડીઓમાં પેસેન્જર્સની સેફ્ટી માટે આગળ બંને સીટ પર અને પાછળ વિંડો સીટ પર બંને બાજુ સીટ બેલ્ટ આપવામાં આવે છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે ઓટો કંપનીઓને ગાડીની તમામ સીટ પર થ્રી પોઈન્ટ સીટ બેલ્ટ ફરજિયાતપણે આપવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કંપનીઓએ ગાડીની પાછળની સીટમાં વચ્ચે બેઠેલા મુસાફર માટે પણ થ્રી-પોઈન્ટ સીટ બેલ્ટ આપવો પડશે. હાલ જે ગાડીઓ બનાવવામાં આવી રહી છે તેમાં આગળની સીટ અને પાછળની સીટમાં બે લોકો માટે થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટ આપવામાં આવતા હોય છે. સેન્ટર અથવા મિડર રિઅર સીટ માટે માત્ર બે-પોઇન્ટ અથવા લેપ સીટ બેલ્ટ છે. આવા બેલ્ટ પ્લેનમાં હોય છે.

હવે ગાડીની તમામ ફ્રંટ ફેસિંગ પેસેન્જર સીટ્સ પર થ્રી પોઈન્ટ સીટ બેલ્ટ લગાવવા પડશે
હવે ગાડીની તમામ ફ્રંટ ફેસિંગ પેસેન્જર સીટ્સ પર થ્રી પોઈન્ટ સીટ બેલ્ટ લગાવવા પડશે

પેસેન્જર્સની સુરક્ષા માટે નિર્ણય લેવાયો
ગડકરીએ કહ્યું કે, મેં બુધવારે જ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત ઓટોમોબાઇલ કંપનીઓએ તેમની ગાડીની તમામ ફ્રંટ ફેસિંગ પેસેન્જર સીટ્સ પર થ્રી પોઈન્ટ સીટ બેલ્ટ લગાવવા પડશે. જો કે ગડકરીએ એમ નથી કહ્યું કે આ નવી જોગવાઈ ક્યારે અમલમાં આવશે. પરંતુ તેમણે કહ્યું કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીટ બેલ્ટની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે 8 મુસાફરો બેસી શકે એવી ગાડીમાં ઓછામાં ઓછી 6 એરબેગ આપવી ફરજિયાત
હવે 8 મુસાફરો બેસી શકે એવી ગાડીમાં ઓછામાં ઓછી 6 એરબેગ આપવી ફરજિયાત

6 એરબેગ્સનો નિયમ પણ અમલમાં આવ્યો
ગયા મહિને ગડકરીએ કહ્યું હતું કે 8 મુસાફરો બેસી શકે એવી ગાડીમાં ઓછામાં ઓછી 6 એરબેગ આપવી ફરજિયાત રહેશે. આ નિયમ ઓક્ટોબર 2022થી લાગુ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...