ફ્લાઇંગ કાર:રનવે વગર ઘરના ટેરેસ પરથી જ કાર ઉડાન ભરશે, એશિયાની ફર્સ્ટ હાઇબ્રિડ ફ્લાઇંગ કાર કેવી છે ચેક કરી લો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હવે એ દિવસ દૂર નથી જ્યારે ઉડતી કાર ખરેખર આપણને આકાશમાં ઉડતી જોવા મળશે. આ ફ્લાઇંગ કારનો ઉપયોગ લોકો માત્ર ટ્રાવેલ માટે જ નહીં મેડિકલ ઇમરજન્સી સર્વિસ માટે પણ કરી શકશે. ભારતમાં ફ્લાઇંગ કાર બનાવનારી કંપની વિનાટા એરોમોબિલિટી કંપની આ ફ્લાઇંગ કાર બનાવી રહી છે. ચેન્નાઈમાં આવેલી આ કંપની હાઇબ્રિડ કાર બનાવી રહી છે. કંપનીનું કહેવું છે કે આ કોઈ રનવે વગર ઘરના ટેરેસ પરથી ઉડાન ભરવામાં સક્ષમ છે.

કંપનીએ પહેલીવાર કારનું મોડેલ સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિંયાને બતાવ્યું હતું. કંપનીએ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 14 ઓગસ્ટ 2021ના રોજ 36 સેકંડનો એક વીડિયો અપલોડ કર્યો હતો.

તો આ ફ્લાઇંગ કાર કેવી છે અને તેમાં કેવાં ફીચર્સ જોવાં મળશે ચાલો ચેક કરી લઇએ...

1. વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ
આ કારને ટેક ઓફ કરવા માટે રનવેની જરૂર નથી પડતી. આ વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ મશીન છે, જેનું કન્ફિગરેશન કો-એક્સિયલ ક્વોડ છે. ફ્લાઇંગ કારની વિંગ્સ ચારેબાજુ લગાવવામાં આવી છે, જેની મદદથી આ કાર વર્ટિકલ રૂપ હોવર, ટેક ઓફ અને લેન્ડ કરી શકે છે. તેની કોએક્સિયલ ક્વોડ મોટર સિસ્ટમ 8 BLDC મોટર્સમાંથી એનર્જી જનરેટ કરે છે, જેમાં 8 પિચ પ્રોપેલર્સ લાગેલાં હોય છે.

2. 3,000 ફૂટ સુધીની ઊંચાઈ સુધી ઉડાન ભરશે
હાઇબ્રિડ ફ્લાઇંગ કાર 120 kmphની ટોપ સ્પીડથી 60 મિનિટ સુધી ઉડાન ભરી શકે છે. આ ગ્રાઉન્ડ લેવલથી 3,000 ફૂટ સુધી ઊંચે ઉડી શકે છે. ટૂ સીટર કારનું વજન 1100 kg છે, જે મેક્સિમમ 1300kg વજન સાથે ટેક ઓફ કરી શકે છે. કંપનીનો દાવો છે કે, આ કારની રેન્જ 100 કિમી સુધીની છે.

3. ફ્લાઇંગ કાર કેબિન
ફ્લાઇંગ કારની અંદર ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીથી સજ્જ હોય છે. તેનાથી કાર ડ્રાઇવ કરવામાં અને ઉડાન ભરવામાં સરળતા રહે છે. કારમાં નેવિગેશન અને હવામાનની જાણકારી માટે મોટી ડિજિટલ ટચસ્ક્રીન આપેલી છે. ફ્લાઇંગ કારમાં પેનોરમિક વિંડો આપવામાં આવી છે, જે 300 ડિગ્રી વ્યૂ આપે છે.

4. સેફ્ટી માટે એરબેગ આપવામાં આવી
સેફ્ટી માટે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક ફ્લાઇંગ કારમાં ઇન્જેક્શન પેરાશૂટ સાથે એરબેગવાળી કોકપિટ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, અલગથી ઇલેક્ટ્રિક પ્રોપલ્સન (DEP) સિસ્ટમનો ઉપયોગ થાય છે, જે પેસેન્જરને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે છે. તેનો અર્થ એ છે કે, વિમાન પર અનેક પ્રોપેલર અને મોટર છે અને જો એક કે તેથી વધુ મોટર કે પ્રોપેલર ફેલ થઈ ગયાં તો બીજી કામ કરતી મોટર અથવા પ્રોપેલર વિમાનને સેફલી લેન્ડિંગ કરાવી શકે છે.

5. બાયો ફ્યુલથી પણ ચાલશે
હાઇબ્રિડ ફ્લાઇંગ કાર ઇલેક્ટ્રિક સાથે બાયો ફ્યુલથી પણ ચાલશે. આ સાથે જ તેમાં બેકઅપ પાવર પણ આપવામાં આવ્યો છે, જે જનરેટર પાવર અટકે તો મોટરને વીજળી આપશે.

હાઇબ્રિડ કાર એટલે શું?
લુકમાં હાઇબ્રિડ કાર એક સામાન્ય કાર જેવી જ દેખાય છે. પરંતુ તેમાં 2 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં પેટ્રોલ/ડીઝલ એન્જિન સાથે ઇલેક્ટ્રિક મોટર પણ આપવામાં આવી છે. આ ટેક્નોલોજીને હાઇબ્રિડ કહેવામાં આવે છે. હવે મોટાભાગની કંપનીઓ આ પ્રકારની ગાડીઓ પર કામ કરી રહી છે.

આ કંપનીઓ પણ ફ્લાઇંગ કાર લાવી રહી છે

અન્ય સમાચારો પણ છે...