• Gujarati News
  • Utility
  • Automobile
  • The Car like Bike Will Have A Folded Chassis, Will Be Parked In A Space Of Only 1 Meter Wide, Will Run 180 Km On A Single Charge

મ્યુનિખ ઓટો શો 2021:ગાડી જેવી દેખાતી બાઇકમાં ફોલ્ડેડ ચેસિસ મળશે, માત્ર 1 મીટર પહોળી જગ્યામાં પાર્ક થઈ જશે, સિંગલ ચાર્જમાં 180 કિમી દોડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જર્મનીમાં ચાલી રહેલા મ્યુનિખ ઓટો શો 2021માં ઇઝરાયેલની કંપની સિટી ટ્રાન્સફોર્મર્સે કાર પ્લેટફોર્મ પર બનેલી મોટરસાઇયલ રજૂ કરી છે. એટલે કે ગાડી જેવી દેખાતી આ મોટરસાયકલમાં માત્ર 2 પેસેન્જર જ બેસી શકશે. કંપનીએ તેનું નામ CTEV રાખ્યું છે. આ એક ઇલેક્ટ્રિક વ્હીકલ છે, જે સિંગલ ચાર્જ પર 180 કિમી સુધી ચાલશે. ખાસ વાત એ છે કે તેમાં ફોલ્ડેબલ ચેસિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોટરસાયકલની વિશેષતા શું છે? તે ચાર્જ થવામાં કેટલો સમય લે છે? તેની લંબાઈ-પહોળાઈ કેટલી છે? તેની કિંમત શું છે અને પ્રિ-બુકિંગ કેવી રીતે કરી શકાય? ચાલો જાણીએ...

સિટી ટ્રાન્સફોર્મર EVની બુકિંગ પ્રોસેસ
આ મોટરસાયકલનું બુકિંગ કરવા માટે www.citytransformer.com પર જવાનું રહેશે. અહીં નીચેની બાજુ પ્રિ-ઓર્ડર ટેબ પર ક્લિક કરો. હવે નવું પેજ ઓપન થશે. અહીં ગાડીનો કલર સિલેક્ટ કરો. તેને સ્પેશિયલ વ્હાઇટ, કોન્ક્રિટ ગ્રે, બ્લુ મેટાલિક અને ટ્રાન્સફોર્મર રેડ કલરમાં ખરીદી શકાશે. ત્યારબાદ પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરો.

કંપનીએ તેની કિંમત 16,000 યુરો (આશરે 13.90 લાખ રૂપિયા) રાખી છે. પરંતુ જે ગ્રાહકો અત્યારે તેનું બુકિંગ કરી રહ્યા છે તેઓ 12,500 યુરો (આશરે 10.85 લાખ રૂપિયા)માં ખરીદી શકશે. તેમજ, તેનું પ્રી-બુકિંગ 150 યુરો (લગભગ 13 હજાર રૂપિયા)માં કરી શકાય છે. પ્રી-બુકિંગ રકમ સંપૂર્ણપણે રિફંડપાત્ર રહેશે.

અન્ય સમાચારો પણ છે...