મારુતિ અલ્ટો K10 CNG લોન્ચ:કારમાં પ્રતિ કિલોએ 33. 85 કિલોમીટરની માઇલેજ, જાણો કિંમત અને ફીચર વિશે વિગતવાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિ સુઝુકીએ જાણીતી હેચબેક અલ્ટો K10 (Alto K10) CNG વર્ઝન લોન્ચ કર્યું છે. હાલ તો VXi મોડલ પર જ CNG વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ કારની એક્સ-શો રૂમ કિંમત 5.94 લાખ રૂપિયા છે. તો બીજી તરફ CNG વર્ઝન પેટ્રોલ મોડલની તુલનામાં 94,000 મોંઘું છે.

33.85 કિલોમીટરની મળશે માઇલેજ
તો કંપની આ કારને લઈને દાવો કરે છે કે CNG મોડલમાં પ્રતિ કિલોએ 33.85 કિલોમીટરની માઇલેજ મળશે. તો Alto K10નું પેટ્રોલ વેરિઅન્ટ 24.39 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપે છે. Alto K10 CNGમાં 1.0-લીટર ડ્યુઅલજેટ, VVT પેટ્રોલ એન્જિનને ફેકટરી ફિટેડ ડ્યુઅલ CNG કિટ સાથે જોડી દેવામાં આવ્યું છે. આ કંપનીના CNG પોર્ટફોલિયાનું 13મું મોડલ છે.

આ રહ્યા Alto K10 CNGના ફીચર્સ
Alto K10 CNGનું VXi વેરિઅન્ટમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે 2-DIN સ્માર્ટપ્લે ઑડિયો સિસ્ટમ, 2 સ્પીકર્સ, સેન્ટ્રલ લૉકિંગ, AUX અને USB પોર્ટ્સ અને ફ્રન્ટ પાવર વિંડોઝ જેવી સુવિધાઓથી સજ્જ છે. આ તમામ સુવિધાઓ અલ્ટોના સામાન્ય VXi વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે. Alto K10 કંપનીની સૌથી વધુ વેચાતી કાર પૈકી એક છે.

18 ઓગસ્ટના રોજ લોન્ચ થઈ હતી Alto K10
કંપનીએ 18 ઓગસ્ટના રોજ Alto K10નું નવું મોડલ લોન્ચ કર્યું હતું. 2022 લોન્ચ કરવામાં આવેલી Alto K10 જૂની Altoની તુલનામાં મોટી છે. આ કારમાં 998ccનું એન્જિન છે. તો જો નવી Alto K10નાં પરિમાણો વિશે વાત કરવામાં આવે તો એ 3,530 mm લાંબી, 1,490 mm પહોળી અને 1,520 mm ઊંચાઈ ધરાવે છે, જેની વ્હીલબેઝ લંબાઈ 2,380 mm છે અને એનું વજન 1,150 kg છે.

આ કારને ઓટોમેટિક અને મેન્યુઅલ બંનેમાં લોન્ચ કરવામાં આવી છે. તો આ કારમાં 17 લિટરની ફ્યુઅલ ટેન્ક અને 177 લિટરનો બૂટ સ્પેસ મળે છે.