ઓલ-ઇલેક્ટ્રિક ‘મહિન્દ્રા XUV400’નો ફર્સ્ટ લુક:સિંગલ ચાર્જમાં C-SUV કાર 456 કિમી ચાલશે, ટોપ સ્પીડ 160 કિમી/કલાક રહેશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિન્દ્રાએ 8 સપ્ટેમ્બરના રોજ ઓલ ઇલેક્ટ્રિક C-SUV ‘મહિન્દ્રા XUV400’નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો. નવી દિલ્હીમાં યોજાયેલ ભવ્ય કાર્યક્રમ દરમિયાન કંપનીના અગ્રણીઓએ કારના સ્પેસિફિકેશન્સ અને કી-ફીચર્સ જણાવ્યા હતા. ટાટા નેક્સન EV સાથે સ્પર્ધા કરનારી આ કાર જાન્યુઆરી-2023માં લોન્ચ કરવામાં આવશે. વાઇડેસ્ટ C-સેગમેન્ટ વ્હીકલમાં સ્પોર્ટી મોડ સહિત 3 ઇન્ટેલિજન્ટ ડ્રાઇવિંગ મોડ મળશે. સિંગલ ચાર્જમાં તે 456 કિ.મી ચાલશે. તેની ટોપ-સ્પીડ 160 કિમી/કલાકની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

8.3 સેકન્ડમાં 0-100 કિ.મી.ની ઝડપ
નોન લક્ઝરી સેગમેન્ટની આ કારમાં મહિન્દ્રાએ સૌથી ઝડપી એક્સિલરેશનનો દાવો કર્યો હતો. 0-100 કિ.મી.ની સ્પીડ 8.3 સેકન્ડમાં પહોંચી જશે. C-SUVની ટોપ સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની જણાવવામાં આવી રહી છે. 310nmનું બેસ્ટ-ઇન-ક્લાસ ટોર્ક આઉટપુટ મળશે. કંપનીએ દાવો કર્યો હતો કે, ઇલેક્ટ્રિક C-SUV સિંગલ ચાર્જમાં 456 કિમી સુધી ચાલશે.

8.3 સેકન્ડમાં 0-100 કિ.મી.ની ઝડપ
8.3 સેકન્ડમાં 0-100 કિ.મી.ની ઝડપ

મહિન્દ્રા XUV400ના ફિચર્સ

  • પ્રીમિયમ સ્પોર્ટી ઈન્ટિરિયર
  • ફર્સ્ટ-ઈન-સેગ્મેન્ટ 6 એરબેગ્સ
  • ટોપ સ્પીડ 160 km/h
  • સિંગલ ચાર્જમાં 456 કિમી ચાલશે C-SUV કાર
  • ઈલેક્ટ્રિક સનરુફ
  • બેસ્ટ-ઈન-ક્લાસ કેબિન સ્પેસ
  • રિયર પાર્કિગ કેમેરા
  • 16 ઈંચ ડાયમંડ કટ એલોય વ્હિલ્સ
  • ઈલેક્ટ્રિફાઈંગ પ્રેઝેન્સ
ઇલેક્ટ્રિક સનરૂફમાં કોપર ફિનિશ
ઇલેક્ટ્રિક સનરૂફમાં કોપર ફિનિશ
ઇલેક્ટ્રિક સનરૂફનું ઈનસાઈડ વ્યુ
ઇલેક્ટ્રિક સનરૂફનું ઈનસાઈડ વ્યુ

5 કલરમાં કાર મળશે
ઈન્ટેલિજન્ટ ડ્રાઇવ મોડવાળી આ કારની કિંમત અને વેરિઅન્ટ વિશે માહિતી સામે આવી નથી. મહિન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું હતું કે, આને ટૂંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ પર આર્કટિક બ્લુ અને નેપોલી બ્લેક કલર દેખાયા હતા, પરંતુ આ કાર આર્કટિક બ્લૂ, એવરેસ્ટ વ્હાઇટ, ગેલેક્સી ગ્રે, નેપોલી બ્લેક અને ઇન્ફિનિટી બ્લૂ કલરમાં પણ ઉપલબ્ધ હશે. છત પર ડ્યુઅલ ટોન ઓપ્શન હશે, જેના પર સેટિન કોપર ફિનિશ મળશે.

કંપનીએ આર્કટિક બ્લુ અને નેપોલી બ્લેક કલર શો કર્યા હતા
કંપનીએ આર્કટિક બ્લુ અને નેપોલી બ્લેક કલર શો કર્યા હતા

60 પ્લસ કનેક્ટિવિટી ફીચર્સ
1821MM વીથની સાથે 4200 ઓવરઓલ લેન્થવાળી કાર ડસ્ટ અને વોટરપ્રૂફ પણ છે. 60થી વધુ ક્લાસ લીડિંગ કનેક્ટિવિટી ફિચર્સ સાથે સ્માર્ટવોચ પણ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત 2600mm વ્હીલબેઝ, 378 લિટર બૂટ સ્પેસ, ઇલેક્ટ્રિક સ્ટીયરિંગ, થ્રોટલ અને રિજનરેશન રિસ્પોન્સ સિસ્ટમ પણ હશે. નવા LED ટેલલેમ્પમાં કોપર પણ જોવા મળશે.

સ્માર્ટવોચ પણ કનેક્ટ થઈ શકશે
સ્માર્ટવોચ પણ કનેક્ટ થઈ શકશે