તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેકન્ડ હેન્ડ ગાડીઓનું વેચાણ:ગત વર્ષે જૂના વાહનોમાં સૌથી વધુ વેચાયેલી મારુતિ ડિઝાયર અને બજાજ પલ્સર, 36% કાર્સ મેડ ઈન ઈન્ડિયાની છે

2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડ્રૂમ (Droom)નો વાર્ષિક ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી ટ્રેન્ડ રિપોર્ટ 2020ના અનુસાર, સેકન્ડ હેન્ડ માર્કેટમાં સૌથી વધારે વેચાયેલી કાર મારુતિ સુઝુકી ડિઝાયર હતી, જ્યારે સૌથી વધુ વેચાયેલી મોટરસાયકલ બજાજ પલ્સર હતી. રિપોર્ટના અનુસાર, યુઝ્ડ કારની સરેરાશ વેચાણ કિંમત 8,38,827 રૂપિયા રહી છે જ્યારે મોટરસાયકલ માટે સરેરાશ વેચાણ કિંમત 47,869 રૂપિયા હતી.

યુઝ્ડ કાર માટે સરેરાશ સ્વામિત્વ 67 મહિના અને મોટરસાયકલ માટે સરેરાશ સ્વામિત્વ 77 મહિના હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 65% કાર્સ ડિઝલની હતી અને 34% કાર્સ પેટ્રોલની હતી, માત્ર 1% કાર્સ CNG હતી. રિપોર્ટમાં સામે આવ્યું કે ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર્સની ડિમાન્ડ વધારે હતી, 63% કાર્સ ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે વેચાઈ જ્યારે અન્ય કાર્સ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ હતી.

36% કાર્સ મેડ ઈન ઈન્ડિયાની હતી
ખરીદદારો દ્વારા સૌથી વધુ પસંદ કરાયેલા કલર સફેદ, સિલ્વર, અને ગ્રે હતા. વેચાયેલા 49% વાહનો સફેદ હતા, 16% વાહન સિલ્વર અને 10% વાહન ગ્રે હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, 36% વાહન ભારતીય કંપનીનાં હતા, 22% વાહન જાપાનના, 18% જર્મનીના અને 12% વાહન સાઉથ કોરિયાની કંપનીના હતા.

5.94-8.90 લાખ રૂપિયા સુધી ડિઝાયરની કિંમત
સૌથી વધુ વેચાયેલી સેડાનની વાત કરીએ તો મારુતિ સુઝુકી ડિઝાયર ભારતમાં સૌથી વધુ વેચાયેલી કોમ્પેક્ટ-સેડાન પણ છે. કંપનીએ ગત વર્ષે ડિઝાયરનું એક ફેસલિફ્ટ પણ લોન્ચ કર્યું, જેમાં કેટલાંક ફિચર્સ, એક નવું પેટ્રોલ એન્જિન, અને એક નવી ફ્રન્ટ ડિઝાઈન આપવામાં આવી હતી. હવે તે 1.2 લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિનની સાથે આવે છે જેને બલેનો પર પણ જોઈ શકાય છે. નવું એન્જિન 90PSનો મહત્તમ પાવર અને 113nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

એન્જિન પહેલાની તુલનામાં વધારે પાવરફૂલ છે, જ્યારે ટોર્ક આઉટપુટ એક સમાન છે. એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અથવા 5-સ્પીડ AMT ગિયરબોક્સની સાથે રજૂ કરવામાં આવે છે. એન્જિન એક આઈડલ સ્ટાર્ટ સ્ટોપ ફંક્શનની સાથે પણ આવે છે જે ફ્યુ્લ એફિશિયન્સીને વધારવામાં મદદ કરે છે. મારુતિ સુઝુકી ડિઝાયરની કિંમત 5.94-8.90 લાખ રૂપિયાની વચ્ચે છે. (તમામ કિંમતો એક્સ-શોરૂમ)

વર્તમાનમાં પલ્સર રેન્જમાં 8 મોડેલ ઉપલબ્ધ છે
બજાજ પલ્સર રેન્જમાં ઘણા મોડેલ ઉપલબ્ધ છે. વર્તમાનમાં 8 પલ્સર મોડેલ માર્કેટમાં વેચાઈ રહ્યા છે. તેમાં પલ્સર 125, પલ્સર 150, પલ્સર 180, પલ્સર 180F, પલ્સર NS160, પલ્સર 220F, પલ્સર NS200 અને પલ્સર RS200 સામેલ છે. તે ભારતમાં સૌથી વધુ વેચાયેલી મોટરસાયકલોમાંથી એક છે અને પોતાની વિશ્વસનીયતા અને પ્રદર્શન માટે પણ જાણીતું છે. વર્તમાનમાં સૌથી સસ્તી પલ્સર 125ની કિંમત 94,125 રૂપિયા, જ્યારે ટોપ-એન્ડ પલ્સર RS200ની કિંમત 1.52 લાખ રૂપિયા છે. (તમામ કિંમતો એક્સ-શોરૂમ).

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો