સેફ્ટી ટેસ્ટમાં મારુતિ સ્વિફ્ટ ફેલ થઈ:ભારતમાં સૌથી વધુ વેચાતી કાર એડલ્ટ અને બાળકો માટે સેફ નથી, NCAP ટેસ્ટિંગમાં થયો ખુલાસો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિ સ્વિફ્ટ એક એવું મોડેલ છે જેને દેશમાં વેગનઆર બાદ સૌથી વધુ ખરીદવામાં આવે છે. પરંતુ જ્યારે સેફ્ટીની વાત આવે છે તો તેને 0 રેટિંગ જ મળે છે. આ રેટિંગથી ખબર પડે છે કે જ્યારે કોઈ પરિવારની સાથે ટ્રાવેલ કરશે તો તે કેટલા સુરક્ષિત રહેશે.

હકીકતમાં ગ્લોબલ કાર સેફ્ટી એજન્સી ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ (NCAP)એ સુઝુકી સ્વિફ્ટનું ક્રેશ ટેસ્ટ કર્યું છે, તેમાં સ્વિફ્ટ કારને ઝીરો સ્ટાર રેટિંગ મળ્યું છે. કારને એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન માટે 15.53% રેટિંગ મળ્યું, જ્યારે ચાઈલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન માટે 0% રેટિંગ મળ્યું. સિક્યોરિટી આસિસ્ટન્ટ સિસ્ટમની બાબતમાં 7% રેટિંગ મળ્યું.

જાણો કારની સુરક્ષા સાથે સંબંધિત બે સ્કેલ વિશે

સ્કેલ નંબર-1: ક્રેશ ટેસ્ટ રેટિંગ કરવું
ગ્લોબલ કાર સેફ્ટી એજન્સી ગ્લોબલ NCAP દ્વારા ભારતમાં વેચાતી લગભગ તમામ કારોનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. વિવિધ સ્કેલ પર ક્રેશ ટેસ્ટ બાદ કારને સેફ્ટી રેટિંગ આપવામાં આવે છે. ક્રેશ ટેસ્ટ માટે કારમાં ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડમી વ્યક્તિની જેમ તૈયાર કરવામાં આવે છે.

ટેસ્ટ દરમિયાન ગાડીને ફિક્સ સ્પીડથી કોઈ હાર્ડ ઓબ્જેક્ટની સાથે ટકરાવવામાં આવે છે. આ દરમિયાન કારમાં 4માંથી 5 ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. બેક સીટ પર બાળકોના ડમી હોય છે. તે ચાઈલ્ડ સેફ્ટી સીટ પર ફિક્સ કરવામાં આવે છે. ક્રેશ ટેસ્ટ બાદ કારના એરબેગે કામ કર્યું કે નહીં, ડમીને કેટલું નુકસાન થયું, આ બધાના આધાર પર રેટિંગ આપવામાં આવે છે.

સ્કેલ નંબર-2ઃ કારના સેફ્ટી ફીચર્સ
કાર ખરીદતા સમયે ક્રેશ ટેસ્ટ રેટિંગની સાથે બીજા સેફ્ટી ફીચર્સ જેમ કે એન્ટિલોક બ્રેકિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રબ્યુશન, રિઅર કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટો ડોર લોક/અનલોક, વિયરેબલ લોક/અનલોક, ડેટાઈમ રનિંગ લાઈટ્સ, રિઅર ડિફોગર અને વાઈપર, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, ડે/નાઈટ મિરર અને ફોગ લેમ્પ સામેલ છે.

સ્ટાર મળવાનું મહત્ત્વ

  • 5 સ્ટાર- કારમાં ક્રેશ સેફ્ટીમાં એકંદરે સારું પરફોર્મન્સ.
  • 4 સ્ટાર- એક્સિડન્ટથી બચવાની ટેક્નોલોજી ઉપલબ્ધ.
  • 3 સ્ટાર- એવરેજ સેફ્ટી. એક્સિડન્ટથી બચવાની ટેક્નોલોજી ન હોવા પર રેટિંગ મળે છે.
  • 2 સ્ટાર- કારમાં નામમાત્રની સેફ્ટી હોવી, એક્સિડન્ટથી બચાવતી ટેક્લોનોજીનો અભાવ.
  • 1 સ્ટાર- માર્જિનલ ક્રેશ પ્રોટેક્ટશન.
  • 0 સ્ટાર રેટિંગ- કોઈપણ પ્રકારનું ક્રેશ પ્રોટેક્શન ન હોવું.