હ્યુન્ડાઈ ઈન્ડિયાએ Grand i10 Niosનું ફેસલિફ્ટ વર્ઝન ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. તેની સ્ટાર્ટિંગ પ્રાઈસ ₹5,68,500 રુપિયા છે, આ કારનું ટોપ વેરિયન્ટ ₹8,46,500 સુધીમાં મળી જશે. કોરિયન કંપનીએ કારમાં સેફ્ટીનું વિશેષ ધ્યાન રાખ્યું છે. કંપનીનો દાવો છે કે, હેચબેક સેગ્મેન્ટમાં ગ્રેન્ડ i10 નિયોસની પહેલી કાર છે, જેમાં 6 એરબેગ્સ મળશે. હ્યુન્ડાઈ આ કારમાં 20થી વધુ સેફ્ટી ફીચર ઓફર કરી રહી છે. તેના બેઝ વેરિઅન્ટમાં 4 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ) મળશે.
આ કારમાં ક્રૂઝ કંટ્રોલ, LED ટેલલેમ્પ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (હાઈલાઈન), ESC, હિલ સ્ટાર્ટ અસિસ્ટ કંટ્રોલ (HAC) અને બીજા અનેક ફીચર્સ મળશે.
હેચબેક પહેલાથી જ દેશમાં તમામ ડીલરશીપ પર પ્રી-બુકિંગ માટે મળી રહેશે. ગ્રાહકો હ્યુન્ડાઈ ડિલરશીપ પર 11,000 હજાર રુપિયાની ટોકન અમાઉન્ટ આપીને આ કારને પ્રી-બુક કરી શકો. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે, ગ્રેન્ડ i10 નિયોસનું કમ્પલીટ સ્પેસિફિકેશન્સ...
હ્યુન્ડાઈએ વર્ષ 2022માં 5,52,511 યુનિટ્સ વેચ્યા
ભારતની બીજી સૌથી મોટી ઓટોમેકર કંપની હ્યુન્ડાઈ ઈન્ડિયાએ ડિસેમ્બર 2022માં 20.2 ટકાના દરથી વાર્ષિક વૃદ્ધિ નોંધતા 38,821 યુનિટ્સ વેચ્યા. તેની સાપેક્ષે હ્યુન્ડાઈએ ડિસેમ્બર 2021માં 32,312 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જો વર્ષ 2022ની વાત કરીએ તો 5,52,511 યૂનિટ્સના વેચાણની સાથે ભારત હ્યુન્ડાઈનાં વૈશ્વિક બજારમાં વેચાણની દ્રષ્ટીએ બીજા નંબર પર રહ્યું. તે ટાટા મોટર્સની સાપેક્ષે અંદાજે 26 હજાર યૂનિટ વધુ છે તો પહેલા સ્થાન પર મારુતિ સુઝુકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.