તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ ફીચર:અપાચે RTR 160 4V બાઇકની ડિસ્પ્લેમાં નેવિગેશન પણ જોઈ શકાશે, કોલ અને SMSની ડિટેલ્સ પણ મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ તાજેતરમાં જ આ બાઇક બાંગ્લાદેશમાં લોન્ચ કરી, પરંતુ કિંમત જાહેર નહોતી કરી
  • વિશ્વબરમાં TVS અપાચે બાઇક ચલાવનારા ગ્રાહકોની સંખ્યા 40 લાખથી વધારે છે

TVS મોટર્સે તેની 2021 TVS અપાચે RTR 160 4V બાંગ્લાદેશમાં લોન્ચ કરી છે. બાઇકમાં બ્લૂટૂથ એનેબલ કંપનીની સ્માર્ટ એક્સકનેક્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ ટૂ-વ્હીલરમાં મળતી પહેલી આવી કનેક્ટેડ ક્લસ્ટર ટેક્નોલોજી છે, જેની મદદથી રાઇડર તેની રાઇડિંગ સ્ટાઇલ અને સ્ટાન્સને મોનિટર કરી શકે છે. અત્યારે તેની કિંમત વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે આ તેને ટૂંક સમયમાં ઇન્ડિયન માર્કેટમાં પણ ઉતારવામાં આવશે.

લોન્ચિંગ ઇવેન્ટ પર TVS મોટર કંપનીના એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ મિસ્ટર આર. દિલીપે જણાવ્યું કે, 2021 TVS અપાચે RTR 160 4V રજૂ કરવામાં અમને આનંદ થાય છે. તે તેના સેગમેન્ટમાં પહેલું આવું ટૂ-વ્હીલર છે જેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટીવાળી સ્માર્ટ એક્સકનેક્ટ સિસ્ટમ આપવામાં આવી છે. TVS અપાચે સિરીઝમના વિશ્વભરમાં 40 લાખ કરતાં વધારે ગ્રાહકો છે. તેથી, આ બાઇક ગ્રાહકોના રાઇડિંગ એક્સપિરિયન્સને વધુ સારો બનાવશે.

બાઇકનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

  • તેમાં 197.7ccનું સિંગલ સિલિન્ડર, ઓઇલ કૂલ્ડ, ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 20.5hp પાવર 17.25Nm પીક ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં સ્લીપર ક્લચ સાથે 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.
  • TVS સ્માર્ટએક્સકનેક્ટ સ્ક્રીન પર ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ/SMS અલર્ટ, લો ફ્યુલ વોર્નિંગ જેવી ડિટેલ્સ જોવા મળે છે. કંપનીની આ ટેક્નોલોજી રાઇડરને ઘણી રીતે ઉપયોગી છે.
  • બાઇકમાં નવા LED હેડલેમ્પ સાથે ક્લો સ્ટાઇલ પોઝિશન લેમ્પ આપવામાં આવ્યા છે, જે બેસ્ટ ઇન ક્લાસ લોન્ગ રેન્જ વિઝઇબિલિટી આપે છે. આ બાઇકમાં ગ્રાહકોને વધેલા ટ્રેક્શન કન્ટ્રોલ સાથે પર્ફોર્મન્સ રેડિયલ ટાયર્સ પણ આપવામાં આવે છે.
  • તેમાં 3 સ્ટેપ અડજસ્ટેબલ ફ્રંટ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. તેમાં અડજસ્ટેબલ ક્લચ અને બ્રેક લિવર પણ છે. તેમાં સિંગલ અને ડબલ ચેનલ ABSનો ઓપ્શન પણ છે. તેના મોડ્સ રાઇડ સ્વીચ દ્વારા બદલી શકાય છે.
  • 2021 TVS અપાચે RTR 160 4V સિરીઝ ત્રણ કલર ઓપ્શન રેસિંગ રેડ, મેટાલિક બ્લુ અને નાઇટ બ્લેકમાં ખરીદી શકશે. તેમજ, બાઇકને બે વેરિઅન્ટ્સ સિંગલ ડિસ્ક અને રિઅર ડિસ્કમાં લોન્ચ કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો