તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

28 જાન્યુઆરીએ ઓલ ન્યૂ મર્સિડીઝ બેન્ઝ GLE લોન્ચ થશે, બે ડીઝલ અને એક પેટ્રોલ એન્જિનના વિકલ્પ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયન માર્કેટમાં તેની ઓલ ન્યૂ GLE 28 જાન્યુઆરીએ લોન્ચ કરશે. આ કાર આ વર્ષે અહીં લોન્ચ કરવામાં આવેલી કંપનીની પહેલી કાર પણ છે. ઓટો એક્સ્પો 2020 પહેલા કંપની તેને ભારતીય બજારમાં લોન્ચ કરી રહી છે. GLEની સાઇઝ પહેલા કરતાં વધારે લાંબી છે. તેમાં લાંબુ વ્હીલબેસ મળશે. ગયા વર્ષે (2019) ઇન્ડિયન માર્કેટમાં કંપનીએ 13,786 યૂનિટ્સનું વેચાણ કર્યું છે.
 

બે ડીઝલ એન્જિનમાં કાર આવશે
ન્યૂ GLEને કંપની બે ડીઝલ એન્જિન વેરિઅન્ટમાં લોન્ચ કરશે. તેમજ, તેનું પેટ્રોલ વેરિઅન્ટ પણ આવશે. GLE 300dનું ડીઝલ એન્જિન વેરિઅન્ટ 2.0 લિટર, ફોર સિલિન્ડરનું છે, જેનો પાવર 256hp અને ટોર્ક 500Nm છે. તેમજ, GLE 400dનું ડીઝલ વેરિઅન્ટ 3.0 લિટરનું છે, જેનો પાવર 330hp અને ટોર્ક 700Nm છે. બીજીબાજુ, પેટ્રોલ વેરિઅન્ટમાં 3.0 લિટર સિક્સ સિલિન્ડર માઇલ્ડ હાઇબ્રિડ એન્જિન છે, જેનો પાવર 367hp અને ટોર્ક 500Nm છે. આ તમામ એન્જિન BS-6 ધોરણોનુસાર છે.
 

મર્સિડીઝ GLEના સ્પેસિફિકેશન્સ
આ કારમાં ફોર ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, LED હેડલેમ્પ્સ, પેનોરમિક સનરૂફ, ડ્યુઅલ 12.3 ઇંચ ડિસ્પ્લે સ્ક્રીનવાળી ઇન્ફોટેનમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ, હેન્ડ્સ ફ્રી પાર્કિંગ, ઇલેક્ટ્રિક અડજસ્ટ ફ્રંટ સીટ, પાવર્ડ ટેલગેટ જેવાં અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે. સિક્સ સિલિન્ડર વેરિઅન્ટમાં સિક્સ વે અડજસ્ટેબલ પાવર રિઅર સીટ, 360 ડિગ્રી કેમેરા અને અડોપ્ટિવ એર સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ કારની એક્સપેક્ટેડ એક્સ શો રૂમ કિંમત આશરે 75 લાખ રૂપિયા રાખવામાં આવી શકે છે. આ કાર ઇન્ડિયન માર્કેટમાં ઓડી Q7 અને BMW X5ને ટક્કર આપી શકે છે.