બુકિંગ:30 દિવસમાં 7 સીટર SUV અલ્કાઝરને 11,000થી વધુ બુકિંગ મળ્યા, અત્યાર સુધી કંપનીએ 5600 યુનિટ વેચ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હ્યુન્ડાઈએ પહેલી 7-સીટર SUV અલ્કાઝરને ગ્રાહકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. એક મહિનાની અંદર આ કારને 11,000થી વધુ બુકિંગ મળી ગયા છે. તેના પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટની ડિમાન્ડ જોવા મળી રહી છે. લોન્ચ બાદ કંપનીએ તેના 5,600 યુનિ઼ટ્સનું વેચાણ કર્યું છે. અલ્કાઝરને 18 જૂનના રોજ લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ લોન્ચિંગ પહેલા જ તેનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું હતું.

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયામાં સેલ્સ, માર્કેટિંગ અને સર્વિસના ડાયરેક્ટર, તરુણ ગર્ગે જણાવ્યું કે, અલ્કાઝરને ગ્રાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે, અને લોન્ચિંગના એક મહિનાથી પણ ઓછા સમયમાં આ કારના 11,000થી વધારે બુકિંગ થયા છે. આ શાનદાર રિસ્પોન્સ અમારા ગ્રાહકોની પ્રીમિયમ પેકેજના પ્રત્યે આત્મીયતા દર્શાવે છે.

એન્જિન અને વેરિઅન્ટ
આ કારમાં બે એન્જિન ઓપ્શન મળશે. પહેલું થર્ડ જનરેશન પેટ્રોલ એન્જિન છે અને બીજું 1.5 લીટર ડીઝલ એન્જિન. તેના પેટ્રોલ એન્જિનની વાત કરીએ તો આ એન્જિન 159psનો પાવર અને 191nmનો ટોર્ક જનરેટ કરે છે. તેના 3 વેરિઅન્ટ આવે છે. પહેલું વેરિઅન્ટ પ્રેસ્ટીજ, બીજું પ્લેટિનિયમ, અને ત્રીજું સિગ્નેચર છે. તમામ વેરિઅન્ટ પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શનમાં મળે છે. તેમાં 7 અને 6 સીટરનો ઓપ્શન પણ મળી રહ્યો છે.

સ્પીડ અને ડ્રાઈવિંગ મોડ
કારની સ્પીડને લઈને કંપનીનો દાવો છે કે તે માત્ર 10 સેંકડમાં 0થી 100 કિલોમીટરની સ્પીડ પકડી શકે છે. આ SUVમાં 3 ડ્રાઈવિંગ મોડ આપવામાં આવી રહ્યા છે જેમાં પહેલો ઈકો, બીજો સ્પોર્ટ અને ત્રીજો સિટી મોડ છે.