6 સીટવાળી MG Hector ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી, 143hp પાવરવાળું 1.5 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન હશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • MG Hector એસયૂવીને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે
  • એમજી મોટર્સ આ એસયૂવીનું 6 સીટર વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં
  • હનીકોમ્બ ગ્રિલ, સ્પ્લિટ એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટ્સ, ક્રોમ ઈનસર્ટ્સ અને ઈન્ટિગ્રેટેડ ટર્ન સિગ્નલ્સ હશે

ઓટો ડેસ્ક. MG Hector એસયૂવીને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વધારે ડિમાન્ડને પગલે કંપનીએ જુલાઈમાં તેનું બુકિંગ બંધ કર્યું હતું. હવે 29 સપ્ટેમ્બરથી હેક્ટરનું બુકિંગ ફરીથી શરૂ થઈ રહ્યું છે. તો બીજી બાજુ એમજી મોટર્સ આ એસયૂવીનું 6 સીટર વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં હેક્ટર 6 સીટર મોડલ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી.
6 સીટર હેક્ટરમાં નવી હનીકોમ્બ ગ્રિલ, સ્પ્લિટ એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટ્સ, ક્રોમ ઈનસર્ટ્સ અને ઈન્ટિગ્રેટેડ ટર્ન સિગ્નલ્સ હશે. ડિઝાઈન કરવામાં આવેલ હેડલેમ્પ ક્લસ્ટર છે. તે ઉપરાંત એસયૂવીમાં નવા ટેલલેમ્પ યુનિટ અને ફોક્સ એક્ઝોસ્ટ ટિપ્સની સાથે નવા રિઅર બમ્પર આપવામાં આવ્યાં છે. 6 સીટર હેક્ટરમાં રુફ રેલ્સ, શાર્ક ફિલ એન્ટેના, રૂફ સ્પોઈલર અને નવી ડિઝાઈનનાં અલોય વ્હીલ હશે.
ઇન્ટિરિઅરની વાત કરીએ તો આ નવી હેક્ટરમાં ત્રણ લાઈનમાં 6 સીટ હશે. તેમાં બીજી લાઈનમાં બે અલગ અલગ કેપ્ટન સીટ્સ હશે. તે ઉપરાંત હેક્ટરના સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીએ ઈન્ટિરિઅરમાં થોડા ફેરફાર જોવા મળી શકે છે. જો કે, 10.4 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સ્ટાન્ડર્ડ હેક્ટરમાં હશે.

એન્જિન
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, હેક્ટરના 5 સીટવાળા મોડલમાં આપવામાં આવેલ એન્જિન એસયૂવી 6 સીટવાળા મોડલમાં પણ ઉપલબ્ધ હશે. 6 સીટર હેક્ટરમાં 143hp પાવરવાળું 1.5 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન, 170hp પાવરવાળું 2.0 લીટર ડીઝલ એન્જિન અને હાઈબ્રિડ પેટ્રોલ એન્જિનનું ઓપ્શન હશે. તમામ એન્જિન BS6 એમિશન નોર્મ્સને અનુરૂપ હશે.