તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટ્રી:ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ, ઇલોન મસ્કે કંપનીનું ‘ટેસ્લા ઈન્ડિયા મોટર્સ’ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું

13 દિવસ પહેલા
  • ટેસ્લાએ ભારતમાં જે યૂનિટ રજિસ્ટર્ડ કરાવ્યું છે તેનો રજિસ્ટ્રેશન નંબર 142975 છે
  • વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જોન ફેસ્ટિન તેને લીડ કરશે

અમેરિકન કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશ કરી ચૂકી છે. તે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ કંપની છે. ટેસ્લાએ ભારતમાં તેનું યૂનિટ રજિસ્ટર્ડ કરાવ્યું છે. ફાઇલિંગ મુજબ, ટેસ્લા ઈન્ડિયા મોટર્સ અને એનર્જી પ્રાઈવેટ લિમિટેડની બેંગલુરુના સરનામાં પર રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. અહીં કંપની એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યૂનિટ સાથે મેન્યુફેક્ચરિંગ શરૂ કરશે.

કંપની અહીં લક્ઝરી ઇલેક્ટ્રિક ગાડીઓનું ઉત્પાદન અને વેપાર કરશે. તે ભારતમાં મોડેલ 3 લોન્ચ કરી શકે છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટેસ્લાનું વેલકમ કર્યું છે. ટેસ્લાનો રજિસ્ટ્રેશન નંબર 142975 છે. તેના ડાયરેક્ટર વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જોન ફેન્સ્ટિન છે. તનેજા ટેસ્લા ખાતે CFO છે, જ્યારે ફેન્સ્ટિન ગ્લોબલ સિનિયર ડાયરેક્ટર, ટ્રેડ માર્કેટ એક્સેસ છે.

ઇલોને સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી
ટેસ્લાના CEO ઈલોન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટ્વીટ કર્યું હતું કે, તેમની કંપની વર્ષ 2021માં ભારત જશે. જ્યારે યુઝરની ભારતના પ્લાન અંગે પૂછ્યું ત્યારે તેમણે આ ટ્વિટ કર્યું હતું. વર્ષ 2019માં તેમણે કહ્યું કે, તે આ વર્ષ (2019)માં ભારતમાં એન્ટ્રી કરી શકે છે. જો આ વર્ષે નહીં તો વર્ષ 2020 સુધીમાં આવી જશે. જો કે, વર્ષ 2020માં કોરોનાએ કંપનીના પ્લાન પર પાણી ફેરવી નાખ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser