• Gujarati News
  • Utility
  • Automobile
  • Tesla's Cars Run On The Road Without A Driver But It Caused Many Deaths, The Technology Is Completely Safe In The Eyes Of The Company

ઓટોપાયલટ કેટલું સેફ?:ટેસ્લાની ગાડીઓ ડ્રાઇવર વગર રસ્તા પર દોડે છે પણ તે ઘણા લોકોનાં મૃત્યુનું કારણ બની, કંપનીની દૃષ્ટિએ ટેક્નોલોજી સંપૂર્ણપણે સુરક્ષિત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણી કંપનીઓ ડ્રાઇવરલેસ કાર પર કામ કરી રહી છે. ટેસ્લાએ કારમાં ઓટોપાયલટ ફીચરનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. જો કે, આ ફીચર હજી બધી જગ્યાએ અથવા સંપૂર્ણ રૂપે કાર્યરત નથી. આવી સ્થિતિમાં, સવાલ એ પણ ઉભો થાય છે કે ડ્રાઇવરલેસ કાર કેટલી સેફ છે? ટેસ્લા ભલે આ ફીચરને બેસ્ટ ગણાવતી હોય પણ જેટલા લોકોનો આ ગાડી સાથે અકસ્માત થયો તેઓ તેને મૃત્યુ માટે દોષી ઠેરવે છે.

કેલિફોર્નિયામાં ટેસ્લા કારે 15 વર્ષીય છોકરાને ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના પરિવારના સભ્યોએ કંપની પર કેસ ફાઇલ કર્યો હતો. પરિવારનું કહેવું છે કે ટેસ્લાનું ઓટોપાયલટ ફીચર તેમના પુત્રના મૃત્યુ માટે જવાબદાર છે. ટેસ્લાનું ઓટોપાયલટ ફીચર પણ વર્ષ 2019માં અકસ્માતનું કારણ બન્યું હતું.

એક્સિડન્ટ નંબર-1
15 વર્ષના જોવાની માલ્ડોનાડોનું મૃત્યુ થયું

આ ઓગસ્ટ 2019ની વાત છે. બેન્જામિન માલ્ડોનાડો તેના 15 વર્ષના પુત્ર જોવાની સાથે કેલિફોર્નિયાના ફ્રીવે પર ફૂટબોલ ટૂર્નામેન્ટથી પરત ફરી રહ્યો હતો. રસ્તો ઓળંગતી વખતે તેણે તેની ફોર્ડ એક્સપ્લોરર પીકઅપ ધીમી કરી. માલ્ડોનાડોએ ટર્ન સિગ્નલ આપ્યું અને જમણી તરફ વળ્યો. અચાનક જ સેકંડ્સમાં ટેસ્લા મોડેલ 3 તેની સાથે આવીને ટકરાઈ ગઈ. કારને ઓટોપાયલટ મોડ પર ચલાવવામાં આવી હતી. જેની સ્પીડ કલાક દીઠ 96 કિમીથી વધુ હતી. પોલીસના જણાવ્યા મુજબ, જોવાની ગાડીની આગળની સીટ પર બેઠો હતો અને તેણે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. આવી સ્થિતિમાં, જ્યારે કાર ટકરાઈ ત્યારે તે ગાડીની બહાર ફંગોળાયો હતો અને મૃત્યુ પામ્યો હતો.

એક્સિડન્ટ નંબર-2
ગાડી ઝાડ સાથે અથડાઈ અને તેમાં બેઠેલા 2 લોકોનું મૃત્યુ થયું

વર્ષ 2019માં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ટેસ્લાની મોડેલ S કાર ઝડપથી આગળ વધી રહી હતી. રસ્તા પર અચાનક વળાંક આવ્યો અને કાર કંટ્રોલની બહાર ગઈ અને ઝાડ સાથે અથડાઈ ગઈ. ઝાડને ટકરાતાંની સાથે જ કારને આગ લાગી અને કારમાં સવાર લોકો બહાર આવી શકે તે પહેલાં તેઓ બળીને મરી ગયા. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, અકસ્માત દરમિયાન કોઈપણ કારમાં ડ્રાઇવિંગ સીટ પર બેઠું ન હતું, એક વ્યક્તિ ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠો હતો અને બીજી વ્યક્તિ પાછળ બેઠો હતો.

કારમાં ઓટોપાયલટ ફીચર કેવી રીતે કામ કરે છે?
ઓટોપાયલટ એટલે ડ્રાઇવરની મદદ વગર કાર ચલાવવી. ઓટોપાયલટ ટેક્નોલોજી અનેક વિવિધ ઇનપુટના આધારે કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે, તે મેપ માટે ડાયરેક્ટ સેટેલાઇટ સાથે કનેક્ટ થાય છે. પેસેન્જરને ક્યાં જવાનું છે તેને મેપમાં સિલેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ રૂટનું સિલેક્શન થાય છે.
જ્યારે કાર ઓટોપાયલટ મોડ પર ચાલે છે ત્યારે સેટેલાઇટ સાથે તેને ગાડીમાં ચારેબાજુ લગાવવામાં આવેલા કેમેરાથી પણ ઇનપુટ મળે છે. એટલે કે, કારની સામે અથવા પાછળ કે જમણી કે ડાબી બાજુ કોઈ ઓબ્જેક્ટ નથી તે ચકાસે પણ છે. જ્યારે કોઈ ઓબ્જેક્ટ હોય ત્યારે કાર ડાબી-જમણી તરફ વળે છે અથવા અટકી જાય છે.
ગાડીમાં સંખ્યાબંધ સેન્સર પણ આપવામાં આવ્યાં છે, જે કારને રોડ-લેનમાં રાખવામાં મદદ કરે છે અને સિગ્નલ વાંચવામાં કરવામાં મદદ કરે છે. ઓટોપાયલટ મોડમાં કારની સ્પીડ કલાક દીઠ 112 કિમીની ઝડપે પહોંચી શકે છે. જો કે, આ ટેકનોલોજીમાં ઘણી વખત સેન્સર કામ કરવાનું બંધ કરે છે જેના કારણે અકસ્માત થાય છે.

ટેસ્લાના ઓટોપાયલટ ફીચર પર સવાલ કેમ?
ટેસ્લા દ્વારા રેકોર્ડ કરાયેલી 6 સેકંડની વીડિયોથી જાણવા મળે છે કે તેનું ઓટોપાયલટ ફીચર કારને ચલાવી શકે છે. તેની સ્પીડ વધારી શકે છે. બ્રેક પણ મારી શકે છે. જો કે, ઘણીવાર જ્યારે કારથી અકસ્માત થવાનો હોય ત્યારે તેને ડ્રાઇવર પણ કન્ટ્રોલ નથી કરી શકતો. કંપની તેનું અપડેટેડ 'ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ' સોફ્ટવેર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, રોડ એક્સિડન્ટને કારણે આ ટેક્નોલોજી તપાસ હેઠળ આવી ગઈ છે. અમેરિકન ઓટો સેફ્ટી એજન્સીએ ટેસ્લા ગાડીઓની ક્રેશની 27 અકસ્માતોની તપાસ ફરી શરૂ કરી છે.
માલ્ડોનાડોને ટક્કર મારનારો અકસ્માત ટેસ્લાની કાર ફેક્ટરીથી 6 કિલોમીટર દુર થયો હતો. આ મામલો કંપની વિરુદ્ધ કેસનો વિષય બની ગયો છે. ઓટોપાયલટ ફીચરથી થઈ રહેલા અકસ્માતોની સંખ્યામાં વધારાથી કંપનીને આ ટેક્નોલોજી વિશે ચિંતા વધી છે. ટેસ્લાની કોમ્પિટિટર કાર કંપનીઓ દ્વારા પણ આ વિશે ઘણા સવાલો કરવામાં આવી રહ્યા છે. આ ટેક્નોલોજીથી મોટા અકસ્માતો પણ થઈ શકે છે કારણ કે, રસ્તા પર વાહનચાલકોની સાથે સાઇકલ સવાર અને રાહદારીઓ પણ હોય છે.
હ્યુસ્ટન શહેરમાં થયેલા અકસ્માત અંગે ટેસ્લાના CEO અને સ્થાપક ઈલોન મસ્ક કહે છે કે, અત્યાર સુધી બતાવેલા ડેટા લોગથી સ્પષ્ટ દેખાય છે કે, આ કારમાં ઓટોપાયલટ ઇનેબલ કરવામાં નહોતું આવ્યું અને આ કામ માટે FSD (ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ) સિસ્ટમ ખરીદવામાં આવી નહોતી. આ ઉપરાંત, સ્ટાન્ડર્ડ ઓટોપાયલટને સ્ટાર્ટ કરવા માટે લેન લાઇનની જરૂર હોય છે જે આ લેન પર નહોતી.

સેલ્ફ ડ્રાઇવિંગ ડેવલપ કરવું અઘરું કામઃ મસ્ક
ઈલોન મસ્કે હવે એ વાત પણ સ્વીકારી લીધી છે કે સલામત અને વિશ્વસનીય સેલ્ફ-ડ્રાઇવિંગ કાર વિકસાવવી એ એક મોટો પડકાર છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, સેલ્ફ ડ્રાઇવિંગ એક મુશ્કેલ સમસ્યા છે કારણ કે, તેના માટે વાસ્તવિક દુનિયાના AIનો મોટો ભાગ હલ કરવો જરૂરી છે. તે આટલું અઘરું પડશે એવી અપેક્ષા નહોતી. પરંતુ પાછળ ફરીને જોઇએ તો મુશ્કેલી સ્પષ્ટપણે દેખાય છે.

ટેસ્લા વિરુદ્ધ ઘણા કેસ નોંધાયા
આ વર્ષે ટેસ્લા વિરુદ્ધ અનેક કેસો દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એપ્રિલમાં ફ્લોરિડા રાજ્યની અદાલતમાં લાર્ગોમાં દુર્ઘટના સંબંધિત કેસ સામેલ છે. ઓટોપાયલટ સાથે ટેસ્લા મોડેલ S ટી ક્રોસરોડ પર અટકવામાં નિષ્ફળ ગયું અને શેવરલેટ તેહો સાથે જઇને અથડાઈ. આ દુર્ઘટનામાં 22 વર્ષીય નાયબેલ લિયોનનું મોત નીપજ્યું હતું.
આ કેસમાં પોલીસે ટેસ્લા ડ્રાઇવરને દોષી ઠેરવ્યો છે, કાર કે તેની ઓટોપાયલટ ટેક્નોલોજીને નહીં. ડ્રાઇવર પર અસાવધાની અને અસુરક્ષિત ઝડપે ગાડી ચલાવવાનો કેસ માનવામાં આવ્યો છે. અકસ્માતની આગલી સેકંડ સુધી ટેસ્લા ગાડીનો વીડિયો સેવ થઇને કંપનીના સર્વર પર અપલોડ થઈ જાય છે.
બેન્જામિન માલ્ડોનાડો અને તેમની પત્ની એડ્રિયાના ગાર્સિયાએ એલ્મેડા કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં દાવો કર્યો હતો. તેની ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેના 15 વર્ષના પુત્રનું મોત ઓટોપાયલટના કારણે થયું છે. મોટાભાગના વીડિયોમાં ટેસ્લાની કારની સ્પીડ 111 કિમી પ્રતિ કલાકથી વધુ હતી. પરંતુ અકસ્માત સમયે કારની ગતિ પણ ધીમી પડી ગઈ હતી.

મસ્ક ઓટોપાયલટને ખોટું નથી માનતા
ઈલોન મસ્કે હંમેશાં ઓટોપાયલટ ફીચરનો બચાવ કર્યો છે. કંપનીએ પોતાના આંકડા ટાંકીને જણાવ્યું છે કે સિસ્ટમ સાથે ચાલતી ગાડીઓ અન્ય ગાડીઓની તુલનામાં માઇલ દીઠ ઓછા અકસ્માતોમાં સામેલ છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઓટોપાયલટથી અકસ્માતો દુર્લભ બની રહ્યા છે.
કન્ઝ્યુમર રિપોર્ટ્સે મેમાં જણાવ્યું હતું કે, તેનો એક એન્જિનિયર ટેસ્લામાં ઓટોપાયલટ ચાલુ કરતી વખતે અને ગાડી જ્યારે આગળ વધી રહી હતી ત્યારે પાછળની સીટ પર સરકી જવામાં સક્ષમ હતો. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ મે મહિનામાં કહ્યું હતું કે તેણે એક વ્યક્તિની ધરપકડ કરી હતી જે ટેસ્લા મોડેલ 3ની ચાલતી ગાડીમાંથી ડ્રાઇવિંગ સીટમાંથી બહાર નીકળી રહ્યો હતો.