ન્યૂ અપડેટ:ટેસ્લાએ ભારતીય ગ્રાહકો માટે તેની ગાડીમાં ફેરફાર કર્યો, હવે હિંદીમાં પણ ઇ-કારને કન્ટ્રોલ કરી શકાશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં પસંદ કરવામાં આવતી ઇલેક્ટ્રિક કાર બ્રાન્ડ ટેસ્લાને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કંપનીએ તેનું મુખ્ય મથક બેંગલુરુમાં બનાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ફેક્ટરી માટે જગ્યા શોધી રહી છે. ટેસ્લા કાર ખરીદવા માગતા ભારતીય ગ્રાહકો માટે એક સારા સમાચાર એ છે કે કંપની કારને કન્ટ્રોલ કરાતા યુઝર ઇન્ટરફેસમાં હિંદી ભાષા પણ ઉમેરી રહી છે.

UIને ફિનિશ ગ્રીક, ક્રોએશિયન અને રશિયન ભાષાઓમાં પણ કસ્ટમાઇઝ કરી શકાશે
UIને ફિનિશ ગ્રીક, ક્રોએશિયન અને રશિયન ભાષાઓમાં પણ કસ્ટમાઇઝ કરી શકાશે

હિંદી UI ભારતીય ગ્રાહકો માટે સુવિધા વધારશે
એક ટ્વિટર યુઝરે હિંદીમાં યુઝર ઇન્ટરફેસ (Hindi UI))ની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. તેણે જણાવ્યું કે, UIને ફિનિશ ગ્રીક, ક્રોએશિયન અને રશિયન ભાષાઓમાં પણ કસ્ટમાઇઝ કરી શકાય છે. તે હાલમાં ટેસ્ટિંગના બીટા ફેઝમાં છે. તેને આગામી અપડેટમાં ગાડીમાં આપવામાં આવશે. ટેસ્લા UIમાં OTA અપડેટ્સ સામેલ હોય છે. તેનાથી દેશમાં ટેસ્લા ગાડી લોન્ચ થવા પર ભારતીય ગ્રાહકો માટે સુવિધા વધી જશે. મહારાષ્ટ્રના પુણેમાં અનેક ટેસ્લાની ગાડીઓ રસ્તા પર જોવા મળી રહી છે. ટેસ્લા સૌપ્રથમ ભારતમાં મોડેલ-3 લોન્ચ કરી શકે છે. આ કાર એક કમ્પ્લિટલી બિલ્ડ યૂનિટ (CBU)ની જેમ આવશે. તેની કિંમત 50 લાખ રૂપિયા ​​​​​​થી વધુ હોઈ શકે છે.

કાર સિંગલ ચાર્જમાં લગભગ 500 કિમીનું અંતર કાપી શકે છે
કાર સિંગલ ચાર્જમાં લગભગ 500 કિમીનું અંતર કાપી શકે છે

મોડેલ-3 સિંગલ ચાર્જમાં 500 કિમી ચાલશે
ભારતમાં ઇલેક્ટ્રિક કારના કિસ્સામાં ટેસ્લાને હમણાં સીધી સ્પર્ધા નહીં મળે. જો કે, મર્સિડીઝ બેન્ઝ અને ઓડી પણ પોતાનાં ઇલેક્ટ્રિક મોડેલ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ટેસ્લાની ફેક્ટરી મહારાષ્ટ્રમાં બને એવી સંભાવના છે. જો કે, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતે પણ કંપનીને રોકાણ માટે આમંત્રણ આપ્યું છે. મોડેલ-3 કંપનીની અફોર્ડેબલ ગાડીઓમાં સામેલ છે. આ કાર સિંગલ ચાર્જમાં લગભગ 500 કિમીનું અંતર કાપી શકે છે. અમેરિકા પછી ચીન ટેસ્લા માટે મોટું માર્કેટ છે.

અન્ય સમાચારો પણ છે...