બંધ:ટાટા નેક્સનમાંથી ટેક્ટોનિક બ્લુ કલર ઓપ્શન કાઢી નખાયો, ગ્રાહકો હવે ફક્ત 5 કલર ઓપ્શનમાં આ કાર ખરીદી શકશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે તેની નેક્સન કારનો ટેક્ટોનિક બ્લુ કલર ઓપ્શન બંધ કરી દીધો છે. કંપનીએ તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી નેક્સન કારનો આ કલર ઓપ્શન પણ દૂર કરી દીધો છે. અગાઉ પણ કંપનીએ તેની કાર ટિયાગોમાંથી આ કલર ઓપ્શન કાઢી નાખ્યો હતો. તેના બદલે કંપનીએ ટાટા ટિયાગોમાં એરિઝોના બ્લુ કલર એડ કર્યો હતો. ટાટા નેક્સનમાં ટેક્ટોનિક બ્લુ કલર બંધ કર્યા પછી આ કાર હવે ફક્ત 5 કલર ઓપ્શનમાં ખરીદી શકાશે, જેમાં કેલ્ગરી વ્હાઇટ, ફ્લેમ રેડ, પ્યોર સિલ્વર, ડેટોના ગ્રે અને ફોલિજ ગ્રીન કલર સામેલ છે.

ટચસ્ક્રીનમાં પણ ફેરફાર થયો
ટેક્ટોનિક બ્લુ કલર ઓપ્શનને કાઢી નાખવા સાથે કંપનીએ હવે ટાટા નેક્સનની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં આપવામાં આવેલું ફિઝિકલ બટન કાઢી નાખ્યું છે. જેના દ્વારા યુઝર્સ વોલ્યૂમ કન્ટ્રોલ, ટ્રેકમાં ફેરફાર અને ફોનબુક એક્સેસ કરી શકતા હતા. નેક્સનમાં કંપનીએ હવે ફિઝિકલ બટન ઇન્ટરફેસ કાઢી નાખ્યું છે અને તેને ફ્લોટિંગ ટચસ્ક્રીન યૂનિટની અંદર ડિજિટલાઇઝ કર્યું છે.

ટાટા નેક્સન બંને પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શનમાં આવે છે
ટાટા નેક્સન બંને પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શનમાં આવે છે

એન્જિન ડિટેલ્સ
ટાટા નેક્સન બંને પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શન સાથે આવે છે. તેના પેટ્રોલ વેરિઅન્ટમાં 1.2-લિટર, થ્રી-સિલિન્ડર ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 170Nmનો ટોર્ક અને 108bhp પાવર જનરેટ કરે છે. તેમજ, કારના ડીઝલ વેરિઅન્ટમાં કંપનીએ 1.5 લિટર 4 સિલિન્ડર ટર્બો-ડીઝલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 260Nm ટોર્ક અને 108bhp પાવર જનરેટ કરે છે. આ કારના બંને એન્જિન વેરિઅન્ટ્સ 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6-સ્પીડ AMT ઓટોમેટિક સાથે આવે છે.

કિંમત
કંપનીએ તાજેતરમાં ટાટા નેક્સનના ભાવમાં વધારો કર્યો છે. ભાવવધારા પછી નેક્સનના ડીઝલ વેરિઅન્ટ્સની કિંમત 8.49 લાખ રૂપિયાથી વધારીને 12.95 લાખ રૂપિયા કરી દીધી છે. તેમજ, પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 7.19 લાખ રૂપિયાથી વધારીને 11.62 રૂપિયા કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...