ટીઝર ઇમેજ:કિઆની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર EV6ની ટીઝર ઇમેજ રિલીઝ થઈ, ફુલ ડિઝાઇન 15 માર્ચે રજૂ થશે

એક વર્ષ પહેલા
  • કિઆના તમામ અપકમિંગ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલનું નામ EVથી શરૂ થશે
  • કિઆ EV6માં હ્યુન્ડાઈ Ioniq 5 જેવાં જ સ્પેસિફિકેશન્સ મળી શકે છે

કિઆ કોર્પોરેશને તેનાં ફર્સ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ EV6ની ટીઝર ઇમેજ ઓફિશિયલી લોન્ચ કરી દીધી છે. આ કંપનીના નવા ઇલેક્ટ્રિક-ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ અથવા ઇ-જીએમપી પર આધારિત હશે. આ કાર લગભગ એક મહિના પહેલાં ટેસ્ટિંગ દરમિયાન પણ જોવા મળી હતી. કંપનીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે, આ કારની ફુલ ડિઝાઇન 15 માર્ચે રજૂ કરવામાં આવશે.

EV6માં એક બોલ્ડ ડિઝાઇન ફિલોસોફી જોવા મળે છે, જેનાથી એ સમજી શકાય છે કે કિઆ હવે તેનું ફોકસ ઇલેક્ટ્રિફિકેશન પર શિફ્ટ કરી રહી છે. કંપનીએ આ ડિઝાઇન ફિલોસોફીનું નામ 'મૂવમેન્ટ ધેટ ઇન્સ્પાયર' રાખ્યું છે. કિઆના ગ્લોબલ ડિઝાઇન સેન્ટરના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ કરીમ હબીબે જણાવ્યું કે, EV6ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે ગ્રાહકોને નેચરલ એક્સપિરિયન્સ આપીને તેમની દરેક દિવસના ટ્રાવેલિંગને સારું બનાવશે અને તેમને એક સારો ઓનરશિપ એક્સપિરિયન્સ આપશે.

કિઆએ સોશિયલ મીડિયા પર વીડિયો ટીઝર રિલીઝ કર્યું

વીડિયો ટીઝરમાં જોઇ શકાય છે કે, કારને રેકિશ વિંડસ્ક્રીન સાથે સ્લિક ડિઝાઇન આપવામાં આવી છે અને તેમાં એક સ્લાઇડિંગ રૂફ પણ આપવામાં આવ્યું છે. વીડિયોમાં જણાવ્યાનુસાર, EV6માં સ્ટ્રીમલાઇન્ડ બોડી વર્ક, ફ્લશ-માઉન્ટ ડોર હેન્ડલ્સ, એન્ગ્યુલર રિઅર વિંડોઝ, LED હેડલાઇટ્સ તેમજ યૂનિક બ્રેક લાઇટ્સ અને ટર્ન સિગ્નલ આપવામાં આવ્યા છે.

દરેક ઇલેક્ટ્રિક ગાડીનું નામ EVથી શરૂ થશે
કિઆની તમામ અપકમિંગ ડેડિકેટેડ બેટરી ઇલેક્ટ્રિક વાહનોને એક નવી નેમિંગ સ્ટ્રેટેજી અનુસાર નામ આપવામાં આવશે. તમામ બેટરી ઇલેક્ટ્રિક વાહનોનાં નામ EVથી શરૂ થશે અને તે પછી નંબર કંપનીના પોર્ટફોલિયોમાં કારની પોઝિશન જણાવશે.

હ્યુન્ડાઈ Ioniq 5 જેવાં જ સ્પેસિફિકેશન્સ મળશે
અત્યારે કિઆએ EV6નાં સ્પેસિફિકેશન્સ જાહેર નથી કર્યાં. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે કિઆ EV6 હ્યુન્ડાઈ loniq 5 જેવી જ હશે. તેથી, EV6ને 58 અને 72.6 kWh બેટરીપેક સાથે રિઅર અને ઓલ વ્હીલ ડ્રાઇવ કોન્ફિગ્રેશન સાથે રજૂ કરવામાં આવી શકે છે. loniq5માં બે ઇલેક્ટ્રિક મોટર્સ આપવામાં આવી છે, જેમાં 306PS અને 605Nmનો કમ્બાઇન્ડ પાવર આઉટપુટ જનરેટ કરે છે.
ઓલ-વ્હીલ-ડ્રાઇવ વર્ઝન ફક્ત 5.2 સેકંડમાં કલાક દીઠ 0 થી 100 કિમીની ઝડપે પહોંચી શકે છે, જ્યારે ફ્રંટ વ્હીલ ડ્રાઇવ મોડેલમાં એરક મોટું બેટરી પેક આપવામાં આવ્યું છે, જે વર્લ્ડવાઇડ હાર્મોનાઇઝ્ડ લાઇટ વ્હીકલ ટેસ્ટ પ્રોસેસ અનુસાર 480 કિમીની રેન્જ આપે છે.

15 માર્ચે EV6નો ફુલ લુક જાહેર થશે

અન્ય સમાચારો પણ છે...