Divyabhaskar.com
Dec 02, 2019, 11:58 AM ISTઓટો ડેસ્કઃ ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સ ઇન્ડિયન માર્કેટમાં તેની નવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરવા જઈ રહી છે. કંપની આ મહિનાની 17 ડિસેમ્બરે ટાટા નેક્સન EV ઇલેક્ટ્રિકનું ગ્લોબલ ડેબ્યૂ કરાવશે. આ ટાટા મોટર્સ તરફથી રજૂ કરવામાં આવતી પ્રથમ ઇલેક્ટ્રિક SUV હશે. તેનું વર્લ્ડ પ્રીમિયર મુંબઈમાં યોજવામાં આવ્યું છે.
કંપનીએ તાજેતરમાં ટાટા નેક્સન ઇલેક્ટ્રિક SUVનું નવું ટીઝર અને વીડિયો પણ રિલીઝ કર્યો છે, જેમાં તેની ઝલક જોવા મળી છે. જો કે, આ ટીઝરમાં જે કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કરન્ટ મોડલ પર બેઝ્ડ છે. પરંતુ જાણકારોનું માનવું છે કે નવી ટાટા નેક્સન ઇલેક્ટ્રિક ફેસલિફ્ટ મોડલ પર બેઝ્ડ હશે. જો કે, હજી આ અંગે સત્તાવાર માહિતી સામે નથી આવી.
નવાં ફેસલિફ્ટ મોડલમાં કંપનીએ નવું બોનેટ અને ફ્રંટ બંપરનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત, SUVની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે, કંપનીએ તાજેતરમાં નેક્સન ઇલેક્ટ્રિક વિશે વધુ ટેક્નિકલ જાણકારી શેર નથી કરી. પરંતું એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કાર સિંગલ ચાર્જમાં 300 કિમી સુધીની રેન્જ પ્રદાન કરશે. આ કંપની તરફથી પહેલી એવી કાર હશે જેને Ziptron પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. આ કારની કિંમત આશરે 15થી 17 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી શકે છે.