તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાટાની ઇલેક્ટ્રિક નેક્સન 16 ડિસેમ્બરે રજૂ થશે, સિંગલ ચાર્જમાં 300 કિમી ચાલશે  

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ટાટા મોટર્સ તેની એસયુવી નેક્સનનું ઇલેક્ટ્રિક વર્ઝન લાવી રહી છે. નેક્સન ઇલેક્ટ્રિક ટાટા મોટર્સની જીપટ્રોન ટેકનોલોજીથી ચાલશે અને તેનું ગ્લોબલ ડેબ્યૂ આગામી મહિને ભારતમાં થશે. ઇલેક્ટ્રિક નેક્સન 16 ડિસેમ્બર 2019ના રોજ પ્રદર્શિત થશે. ત્યારબાદ તેને વર્ષ 2020ની શરૂઆતમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક એસયુવીને જાન્યુઆરીથી માર્ચની વચ્ચે લોન્ચ કરી શકાશે. ગયા મહિને કંપનીની ડેડિકેટેડ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ટેક્નોલોજી સાથે ઇલેક્ટ્રિક નેક્સનની જાહેરાત કરવામાં આવી હતી.
 

સિંગલ ચાર્જ પર 300 કિમી ચાલશે
પર્સનલ ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ માટે આ કંપનીની પહેલી રજૂઆત હશે. ટાટા નેક્સન ઇલેક્ટ્રિકમાં હાઇ વોલ્ટેજ સિસ્ટમ હશે, જે ફાસ્ટ ચાર્જિંગ તો આપશે જ પણ સાથે IP67 (ડસ્ટ એન્ડ વોટરપ્રૂફ) સ્ટાન્ડર્ડનું પણ પાલન કરશે. કંપનીનું કહેવું છે કે, નેક્સન ઇલેક્ટ્રિક એસયુવીની લિથિયમ આયન બેટરી સિસ્ટમ એક જ ચાર્જ પર આશરે 300 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક નેક્સનની મોટર અને બેટરી પર 8 વર્ષની વોરંટી ઓફર કરશે.
 

નેક્સનમાં સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હશે
કંપનીએ ઇલેક્ટ્રિક નેક્સનનાં વધુ ફીચર્સ જાહેર નથી કર્યાં. આ એસયુવીના લોન્ચિંગ પહેલાં ટાટા મોટર્સે તેનાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુનિશ્ચિત કરવા માટે ઘણું કામ કરવું પડશે. હાલ, 13 શહેરોમાં 85 ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. કંપની મુંબઇ, દિલ્હી, પુણે, બેંગલુરુ અને હૈદરાબાદમાં 300 ચાર્જર્સ લગાવવા માગે છે. અત્યાર સુધી જે વિગતો બહાર આવી છે તે મુજબ, ઇલેક્ટ્રિક નેક્સનમાં સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હશે, જે ટાટા હેરિયર જેવું હશે.
 

કિંમત
ઇલેક્ટ્રિક નેક્સનની કિંમત 15-17 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે. ઇન્ડિયન માર્કેટમાં આ એસયુવીની ટક્કર મહિન્દ્રા XUV300 ઇલેક્ટ્રિક સાથે થશે.

અન્ય સમાચારો પણ છે...