તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાટા પ્રીમિયમ સિડેન સેગમેન્ટમાં એન્ટ્રી લાવશે, નવી કારનું નામ peregrine હશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ છેલ્લા કેટલાક વર્ષોમાં ટાટા મોટર્સે ઇન્ડિયન માર્કેટમાં અનેક નવા સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. નેક્સન સાથે કંપનીએ સબ 4 મીટર કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે, જ્યારે અલ્ટ્રોઝ સાથે તે પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં પણ ઇન ડિમાન્ડ છે. તો હવે ટાટા મોટર્સ ઇન્ડિયન માર્કેટમાં ટૂંક સમયમાં જ પ્રીમિયમ સિડેન સેગમેન્ટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ સેગમેન્ટમાં પહેલેથ જ મારુતિ સુઝુકી સિયાઝ, હોન્ડા સિટી અને હ્યુન્ડાઇ વર્ના જેવી ગાડીઓ એકબીજાને ટફ કોમ્પિટીશન આપી રહી છે.

એક રિપોર્ટ અનુસાર, કંપનીની આ નવી સિડેનનું નામ peregrine હશે. આ કાર પર કંપનીએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. ટાટા peregrine કારને કોડનેમ tata X452 આપવામાં આવ્યું છે. ટાટા peregrine કારને કંપની અલ્ટ્રોઝના પ્લેટફોર્મ ALFA-ARC પર તૈયાર કરશે. 

ટાટાની નવી સિડેન અલ્ટ્રોઝ હેચબેક પર બેઝ્ડ હશે. આ જ પ્લેટફોર્મ પર કંપનીએ નેક્સન જનરેશન ટિયાગો, ટિગોર અને નેક્સન ગાડીઓ તૈયાર કરી ચૂકી છે. અપકમિંગ ટાટા સિડેનને ઇમ્પેક્ટ 2.0 ડિઝાઇન પર તૈયાર કરવામાં આવશે. નવી સિડેનના એન્જિન વિશે હજી કોઈ જાણકારી સામે નથી આવી. પરંતુ તેમાં 1.5 લિટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ સાથે કંપની નવું 1.5 લિટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન પણ આપી શકે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો